ક્યાં છે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ? તેની ઈજા વિશે નવીનતમ અપડેટ શું છે ? આ સવાલોના જવાબ હવે મળી ગયા છે. પરંતુ, બુમરાહ કેવી રીતે બોલિંગ કરી રહ્યો છે ? આનો જવાબ તો એક વીડિયોમાં સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં બુમરાહ જે રીતે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે તે ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત માની શકાય છે.
બધા જાણે છે કે વર્લ્ડ કપ હવે વધુ દૂર નથી. અને, જો ટીમ ઈન્ડિયાએ મિશન વર્લ્ડ કપને તેના પોતાના મેદાન પર જીતવો હોય, તો તેમાં બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પરંતુ, તેના માટે બુમરાહનું માનસિક અને શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે. બુમરાહનું તેના જૂના રંગમાં પાછું ફરવું જરૂરી છે. આ વીડિયો જોઈને લાગે છે કે બુમરાહના પ્રયાસો તે દિશામાં પૂરજોશમાં ચાલી રહ્યા છે.
હવે જાણીએ કે બુમરાહની બોલિંગના વીડિયોમાં શું છે. આ વીડિયોમાં બુમરાહ તેની સંપૂર્ણ લયમાં બોલિંગ કરી રહ્યો છે. ક્યારેક રાઉન્ડ ધ વિકેટ તો ક્યારેક ઓફ ધ વિકેટ. તે દરેક છેડેથી બેટ્સમેનને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમાં સફળ પણ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે બુમરાહે હવે ટીમ ઈન્ડિયામાં વાપસીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.
BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ બુમરાહ વિશે અપડેટ આપી હતી કે તે ફિટ છે. અને હવે તે આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યો છે. અમે દાવા સાથે કહી શકતા નથી, પરંતુ આ વીડિયો NCAનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બુમાર લાંબા સામે બાદ એક પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરતો જોવા મળી હતો.
ભારતના આયર્લેન્ડ પ્રવાસ માટેની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, એવું લાગે છે કે હવે બુમરાહ આખરે આયર્લેન્ડની સામેની સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવશે. કોઈપણ રીતે, જો તેણે એશિયા કપ અને પછી સૌથી મહત્વપૂર્ણ વર્લ્ડ કપમાં રમવાનું હોય, તો તે પહેલાં તેને ફિટનેસની જરૂર પડશે, જે તે મેચ રમશે ત્યારે જ પ્રાપ્ત થશે અને તે તક આયર્લેન્ડ કરતાં વધુ સારી હોઈ શકે નહીં.