Jasprit Bumrah, IPL 2023: ગુજરાત સામે મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ જસપ્રીત બુમરાહે દેખાડ્યા જૂતા? આ છે કારણ

Jasprit Bumrah, IPL 2023: જસપ્રીત બુમરાહ ઈજાને લઈ ક્રિકેટના મેદાનથી લાંબા સમયથી દૂર છે, તે આઈપીએલમાં પણ રમી શક્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ માર્ક બાઉચરે બુમરાહને લઈ મોટુ નિવેદન આપ્યુ હતુ અને જેની પર હંગામો મચ્યો હતો.

Jasprit Bumrah, IPL 2023: ગુજરાત સામે મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ જસપ્રીત બુમરાહે દેખાડ્યા જૂતા? આ છે કારણ
Jasprit Bumrah એ પરત ફરવાની આપી હિન્ટ?
| Edited By: | Updated on: May 27, 2023 | 8:40 PM

IPL 2023 Final માં પહોંચવાથી મુંબઈ ઈન્ડિયન્સ એક ડગલુ દૂર રહી ગયુ. ગુજરાત ટાઈટન્સે શુક્રવારે પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થનારી છે. આ દરમિયાન મુંબઈના કોચ માર્ક બાઉચરે નિવેદન કર્યુ હતુ કે, મહત્વના બોલર્સ હાજર નહીં હોવાને લઈ મુંબઈને તેનુ મોટુ નુક્શાન હારના રુપે વેઠવુ પડ્યુ હતુ. બાઉચરના ભડકવાને લઈ હંગામો મચ્યો હતો અને એ વખતે હવે જસપ્રીત બુમરાહે જૂતાની તસ્વીર શેર કરીને સૌને બોલતા બંધ કરી દીધા છે.

મુંબઈના કોચ માર્ક બાઉચરે કહ્યુ હતુ કે, 2 સ્ટાર ખેલાડીઓને ગુમાવવાને લઈ તેમની ખોટ વર્તાઈ હતી. તેમનુ કહેવુ હતુ કે, ખેલાડી ઈજાથી સ્વસ્થ થઈ શકતા નથી એવામાં અન્ય વિકલ્પ તરફ નજર દોડાવવામાં આવે તેવી જરુરીયાત હોય છે. જેને લઈ આ વાત પર હવે હંગામો મચ્યો છે. આ દરમિયાન જ સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર શૂઝની તસ્વીર શેર કરી હતી.

બુમરાહે લખ્યુ-ફરી મળીશુ

ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શૂઝની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સાથે જ લખ્યુ હતુ કે, હેલો દોસ્તો આપણે ફરી મળીશુ. તેની આ પોસ્ટ પર મુંબઈ ઈન્ડિયન્સ ફેન્ચાઈઝીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કોમેન્ટ કરી હતી. મુંબઈએ લખ્યુ હતુ કે, તેમણે ફોટો સાથે હિન્ટ પણ આપી છે કે, તે કદાચ ઝડપથી મેદાન પર જોવા મળી શકે છે.

 

 

ભારતીય ઝડપી બોલર છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી મેદાનથી દૂર છે. તે ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહ્યો નથી. આઈપીએલ શરુ થવા પહેલા જ તેણે માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં પીઠની સમસ્યાને લઈ સર્જરી કરવામાં આવી હતી. જેના બાદથી તે રિહૈબ કરવા પર હતો. અંતિમ વાર બુમરાહ ક્રિકેટના મેદાનમાં ગત વર્ષ સપ્ટેમ્બરમાં નજર આવ્યો હતો.

 

આ પણ વાંચોઃ  Saeed Anwar on Virat Kohli: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2 સદી નોંધાવે એવી આશા પાકિસ્તાનના દિગ્ગજે રાખી!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:38 pm, Sat, 27 May 23