IND vs WI: વિન્ડીઝ ટીમને હાર બાદ લાગ્યો મોટો ઝટકો, ટીમ ઇન્ડિયાને થયો ફાયદો

Cricket : વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર જેસન હોલ્ડર કોરોના સંક્રમિત થતા ભારત સામેની પહેલી વન-ડે માં રમી શક્યો ન હતો.

IND vs WI: વિન્ડીઝ ટીમને હાર બાદ લાગ્યો મોટો ઝટકો, ટીમ ઇન્ડિયાને થયો ફાયદો
West Indies Cricket (File Photo)
| Edited By: | Updated on: Jul 23, 2022 | 1:53 PM

ભારતીય ટીમ (Team India) સામેની પ્રથમ વનડેમાં હારનો સામનો કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ (West Indies Cricket) ને વધુ એક આંચકો લાગ્યો છે. કોરોના સંક્રમિત ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડર (Jason Holder) આખી શ્રેણી માટે બહાર થઈ ગયો છે. શ્રેણીમાં પહેલાથી જ 0-1 થી પાછળ રહેલી યજમાન ટીમની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. જેસન હોલ્ડર બાંગ્લાદેશ સામેની વનડે, ટેસ્ટ અને ટી-20 શ્રેણીમાં રમ્યો ન હતો. આવી સ્થિતિમાં તે લાંબા સમય બાદ પરત ફરવાનો હતો. જો કે હવે તેને પરત આવવા માટે વધુ રાહ જોવી પડશે.

જેસન હોલ્ડરનું ટીમમાં ન હોવું ભારત માટે સારા સમચાર

જેસન હોલ્ડરની વન-ડે શ્રેણીમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. જેસન હોલ્ડર માત્ર પોતાની ટીમમાં જ નહીં પરંતુ આ સમયે વિશ્વના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડર્સમાં તેનો સમાવેશ થાય છે. ભારત સામે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ભારત સામે રમી 25 વનડેમાં તેણે 450 રન બનાવ્યા છે અને ત્યાં 23 વિકેટ લીધી છે. તે વેસ્ટ ઈન્ડિઝની કરોડરજ્જુ માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ વનડેમાં તેની ખોટ પડી હતી.

 

 

ભારત સામેની વન-ડે મેચ પહેલા જેસન હોલ્ડર કોરોના સંક્રમિત થયો હતો

વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર જેસન હોલ્ડર (Jason Holder) એ આ વર્ષે ફેબ્રુઆરી માં જ ભારત સામે છેલ્લી વનડે રમી હતી. ત્યારથી તે વન-ડે ટીમની બહાર ચાલી રહ્યો હતો. તે 6 મહિના પછી ભારત સામેની સીરિઝમાં પરત ફરવાનો હતો. પરંતુ તે બન્યું નહીં. પોર્ટ ઓફ સ્પેનમાં પ્રથમ વનડે મેચના ટોસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના સુકાની નિકોલસ પૂરને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જેસન હોલ્ડર કોરોના ટેસ્ટ માં પોઝિટિવ આવ્યો છે. તેને બાકી ની ટીમથી અલગ રાખવામાં આવ્યો છે. હાલ જેસન હોલ્ડર આયસોલેશનમાં છે.