રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને સાસુને જામનગર કોર્ટનું વોરંટ

|

Mar 01, 2022 | 6:06 PM

જામનગરમાં 2018માં એક અકસ્માતના કેસમાં કોર્ટે રવિન્દ્ર જાડેજાની પત્ની અને તેના સાસુને સમન્સ મોકલ્યું હતું. એક્ટીવા સાથે રિવાબાની કારનો અકસ્માત થવાના કેસમાં એખ પોલીસ કર્મી સાથે બોલાચાલી થઇ હતી.

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને સાસુને જામનગર કોર્ટનું વોરંટ
Ravindra Jadeja and Rivaba (PC: Twitter)

Follow us on

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ હાલમાં જ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વચ્ચે રવિન્દ્ર જાડેજાનો પરિવાર ફરી એકવાર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વર્ષ 2018માં જામનગરની કોર્ટે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા (Rivaba Jadeja) અને તેના સાસુને સમન્સ મોકલ્યું હતું. જોકે કોર્ટના આ સમન્સમાં રિવાબા અને તેની માતા હાજર રહ્યા ન હતા.

વર્ષ 2018માં રિવાબા જાડેજા તરફથી આરોપ લગાવવામાં આવ્યા હતા કે પોલીસ કોન્સ્ટેબલે તેની સાથે મારપીટ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ દ્વારા રિવાબા અને તેની માતાને ઘણીવાર સમન્સ મોકલવામાં આવ્યું છે. જોકે બંનેમાંથી કોઇ પણ અદાલતમાં હાજર થયું ન હતું.

 

Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી

Jamnagar Court Warrant

મળતી જાણકારી પ્રમાણે હવે કોર્ટે બંન્નેને જામીન પાત્ર વોરન્ટ ઈશ્યું કર્યું છે. જામનગર કોર્ટે રાજકોટ પોલીસને બંન્નેને લેખીતમાં સમન્સ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના 2018ની છે. જ્યારે રિવાબા જાડેજાની કાર એક પોલીસકર્મીની બાઈક સાથે અથડાઈ હતી. ત્યારે બંને વચ્ચે ઝગડો થયો હતો. ત્યારબાદ આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસકર્મીએ રિવાબાને થપ્પડ મારી હતી. રિવાબાએ આ કેસમાં તે સમયે પોલીસ હેડક્વાટર પહોંચીને ફરીયાદ નોંધાવી હતી.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા હાલ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો છે. તે છેલ્લા ઘણા સમયથી ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો હતો. લાંબા સમય બાદ તે ટીમ ઈન્ડિયામાં શ્રીલંકાની સીરિઝ સામે પરત ફર્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. બંન્નેને એક દીકરી પણ છે.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયના લીગમાંથી હટ્યા બાદ ગુજરાત ટાઈટન્સની યોજના શું રહેશે, આકાશ ચોપડાએ કહી મહત્વની વાત