T20 World Cup 2021: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે પરાજય બાદ કહેલી વાત થી ખફા થયો ‘જાડેજા’, કહ્યુ આમ કેમ વિચારી શકે!

|

Oct 28, 2021 | 12:30 PM

ભારતીય ટીમ ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માં વિજયી શરૂઆત કરી શકી નથી. પહેલી જ મેચમાં પાકિસ્તાનના હાથે 10 વિકેટે પરાજય મળ્યો હતો.

T20 World Cup 2021: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે પરાજય બાદ કહેલી વાત થી ખફા થયો જાડેજા, કહ્યુ આમ કેમ વિચારી શકે!
Virat Kohli

Follow us on

ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team0 ના અભિયાનની શરૂઆત સારી રહી ન હતી. પોતાની પ્રથમ મેચ પાકિસ્તાનના સામે હારી હતી. આમ પ્રથમ વખત બન્યું હતું, જ્યારે ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું. વિરાટ કોહલી (Virat Kohli) ની કપ્તાની હેઠળની ભારતીય ટીમ, બાબર આઝમની કપ્તાની ધરાવતી પાકિસ્તાન સામે ટકી શકી ન હતી. ટીમ ઇન્ડીયા 10 વિકેટથી હારી ગઈ હતી.

મેચની શરુઆતમાં જ પહેલા શાહીન શાહ આફ્રિદીએ ભારતીય બેટ્સમેનોની કમર તોડી નાખી. પછી બાબર અને તેના ઓપનિંગ પાર્ટનર મોહમ્મદ રિઝવાને ભારતીય બોલરોને એક પણ વિકેટ ન લેવા દીધી. આમ ભારત માટે અભિયાનની શરુઆત જ મુશ્કેલ બનાવી દીધી હતી.

મેચ બાદ કોહલીએ પાકિસ્તાની ટીમના વખાણ કરતા કહ્યું હતુ કે, હરીફ ટીમે તેની ટીમને એકતરફી રીતે હરાવી. ભારત માટે આ મેચમાં વિરાટ કોહલીએ કેટલેક અંશે સારું પ્રદર્શન કર્યું હતું. તે 57 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. અન્ય કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. મેચ બાદ કોહલીએ ટીમ ઈન્ડિયા વિશે એવી વાત કહી હતી જે ભારતના પૂર્વ બેટ્સમેન અજય જાડેજા (Ajay Jadeja) ને પસંદ નથી. કોહલીનું નિવેદન સાંભળીને અજય જાડેજા નિરાશ થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ વાત થી જાડેજા થયો નિરાશ

જાડેજાએ એક મીડિયા રિપોર્ટમાં વાત કરતા કહ્યું, મેં તે દિવસે વિરાટ કોહલીનું નિવેદન સાંભળ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જ્યારે અમે બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે જ અમે પાકિસ્તાન સામેની મેચમાં પાછળ હટી ગયા હતા.’ મને તેની આ વાત ગમતી નહોતી. જ્યારે વિરાટ કોહલી જેવો બેટ્સમેન રમી રહ્યો હોય, ત્યારે એવું ન થઈ શકે કે મેચ પૂરી થઈ ગઈ હોય. તેણે બે બોલ રમ્યા ન હતા અને તે આવું જ વિચારી રહ્યો હતો. તે ભારતની વિચારસરણી વિશે જણાવે છે.”

ન્યુઝીલેન્ડ પર જીત મેળવવાની જરૂર

ભારત તેની પ્રથમ મેચમાં હારી ગયું હતું. પરંતુ હવે તે બીજી મેચમાં હાર સહન કરી શકાય એમ નથી. 31 ઓક્ટોબરે હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે અને આ મેચમાં ભારતે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. જો ટીમ આમ કરવામાં નિષ્ફળ જશે, તો સેમિફાઇનલમાં તેનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. સાથે જ નેટ રેનરેટનો મુદ્દો પણ અટવાઈ શકે છે.

ન્યુઝીલેન્ડ બાદ ભારતે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે મેચ રમવાની છે. આ બધામાં તેણે જીતવાની જરૂર રહેશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ પણ પાકિસ્તાનના હાથે હાર્યું છે. તેના માટે પણ આગળનો રસ્તો સરળ નથી અને ભારત સામે હારવાથી તેનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની જશે.

 

આ પણ વાંચોઃ IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Published On - 12:26 pm, Thu, 28 October 21

Next Article