New Zealand vs India : ભારતે ન્યૂઝીલેન્ડ સામે 307 રનનો ટાર્ગેટ આપ્યો ,અય્યર-ધવન અને ગિલે દિલ જીતી લીધું

|

Nov 25, 2022 | 12:22 PM

New Zealand vs India, 1st ODI: ઓકલેન્ડ વનડેમાં ભારતીય ટીમની શાનદાર બેટિંગ. કેપ્ટન શિખર ધવન, શુભમન ગીલે અડધી સદી ફટકારી, શ્રેયસ અય્યરે પણ શાનદાર પ્રદર્શન કર્યું.

New Zealand vs India : ભારતે ન્યૂઝીલેન્ડ સામે 307 રનનો ટાર્ગેટ આપ્યો ,અય્યર-ધવન અને ગિલે દિલ જીતી લીધું
ભારતે ન્યૂઝીલેન્ડ સામે 307 રનનો ટાર્ગેટ આપ્યો
Image Credit source: Twitter

Follow us on

ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં ભારતીય બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 306 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ શાનદાર સ્કોરમાં ત્રણ બેટસમેનનું મહત્વનું યોગદાન રહ્યું છે. કેપ્ટન શિખર ધવને અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરના બેટમાંથી 80 રન આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી પ્રથમ બોલિગ પસંદ કરી અને બોલરોએ શરુઆત કરીપરંતુ ધવન-ગિલે રનનો વરસાદ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

પરંતુ ધવન-ગિલ સેટ થયા બાદ રનોનો વરસાદ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ, પંતનું ધીમું પ્રદર્શન છતાં ભારતીય ટીમ સારા સ્કોર સુધી પહોંચી હતી. આવો અમે તમને ભારતીય ઇનિંગ્સની મોટી વાતો જણાવીએ.

ભારતીય ઇનિંગ્સની હાઇલાઇટ્સ

  • ભારતે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 40 રન બનાવ્યા હતા. તેના 50 રન 12.2 ઓવરમાં પૂરા થયા હતા.
  • શિખર ધવને 63 બોલમાં તેની અડધી સદી પૂરી કરી અને તેણે લિસ્ટ A ક્રિકેટમાં તેના 12,000 રન પણ પૂરા કર્યા.
  • ભારતના 100 રન 125 બોલમાં પૂરા થયા. શુભમન ગિલે 64 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.
  • ભારત માટે ગિલ અને ધવને એકમાત્ર સદીની ભાગીદારી કરી હતી. બંનેએ 139 બોલમાં 124 રન જોડ્યા હતા.
  • ઋષભ પંત અને સૂર્યકુમારનું બેટ ચાલ્યું ન હતું. સૂર્યાએ 4 અને પંતે માત્ર 15 રન બનાવ્યા હતા.
  • શ્રેયસ અય્યર અને સંજુ સેમસને શાનદાર
    ભાગીદારી કરી હતી. બંનેએ 77 બોલમાં 94 રન જોડ્યા હતા. સેમસન 36 રન બનાવીને આઉટ થયો હતો.
  • શ્રેયસ અય્યરે 56 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, તેના બેટમાંથી 76 બોલમાં 80 રન થયા.
  • શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે 22 બોલમાં 46 રનની ભાગીદારી નોંધાવી હતી. વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી.

ન્યુઝીલેન્ડના બોલરો મોંધા સાબિત થયા

ન્યુઝીલેન્ડના બોલરો પોતાના ઘર આંગણે સારું પ્રદર્શન કરી શક્યા નહિ. ઓકલેન્ડની પીચ પર બોલરોને સારી શરુઆત મળી તેમ છતાં ભારતે 300નો આંકડો પાર કરી લીધો છે. ફર્ગ્યુસન અને સાઉદી 3-3 વિકેટ માટે બંન્ને ખુબ મોંધા સાબિત થયા. એડમ મિલ્નને એક વિકેટ મળી, માત્ર હૈનરીએ 10 ઓવરમાં 48 રન આપ્યા અને આ સિવાય કોઈ સારી બોલિંગ કરી શક્યું નહિ,

Next Article