એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ત્રીજા મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. જેમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. તેના શાનદાર રેકોર્ડ અને દમદાર લાઈફ સ્ટાઈલના કરોડો ચાહકો છે. સાથે જ તેની નેટવર્થ અંગે પણ ખૂબ જ ચર્ચા થતી હોય છે. અમુક સોશિયલ મીડિયા પેજના આંકડા અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) એટલો અમીર છે, જેટલું પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પણ નથી.
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં ટોપ પર છે. તેની નેટવર્થ 1050 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. નેટવર્થ મામલે તેની આસપાસ હાલમાં એક્ટિવ ખેલાડીઓમાં કોઈ નથી. વિરાટ બાદ ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોની 1040 કરોડ છે.
વિરાટ કોહલીની નેટવર્થ દુનિયાના કેટલાક ક્રિકેટ બોર્ડની કુલ નેટવર્થ કરતા પણ વધુ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડની કુલ નેટવર્થ ભારતના વિરાટ કોહલી કરતાં ઓછી છે. કોહલીની નેટવર્થ 1050 કરોડ છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નેટવર્થ 811 કરોડ છે. વિરાટની નેટવર્થ PCB કરતાં 239 કરોડ વધુ છે.
The Cover pic of Stock Gro – Virat Kohli, Indian Cricket GOAT. pic.twitter.com/HiCcdKcNmg
— Johns. (@CricCrazyJohns) June 18, 2023
વિરાટ કોહલીની નેટવર્થ પાકિસ્તાનના તમામ ક્રિકેટરો અને ક્રિકેટ બોર્ડ કરતાં વધુ છે, જેનો મતબલ એમ થયો કે વિરાટ ઈચ્છે તો આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખરીદી શકે છે. આ પ્રકારની વાતો પણ સોશિયલ મીડિયા યુઝર્સ કરવાં આવે છે. જોકે આ ફક્ત વાતો છે અને આ શક્ય નથી, છતાં આ વાતમાં કોઈ શંકા નથી કે વિરાટ ધારે તો આમ કરી પણ શકે છે. વિરાટ વિશ્વનો સૌથી લોકપ્રિય અને સૌથી અમીર ક્રિકેટર છે અને આ વાતમાં કોઈ શંકા નથી.
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાં A પ્લસ ગ્રેડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે, જેના કારણે તેને વાર્ષિક 7 કરોડ રુપિયાની BCCI તરફથી મળે છે. વિરાટને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ, એક વનડે માટે 6 લાખ અને એક T20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. આ સિવાય કોહલી IPLમાં RCB તરફથી રમવાના તેને 15 કરોડ રૂપિયા મળે છે. વિરાટ એન્ડોર્સમેન્ટથી કરોડોની કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 7.5 કરોડથી 10 કરોડ ચાર્જ કરે છે. આ સિવાય એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવા માટે તેને 9 કરોડ રૂપિયા મળે છે એવી વાતો છે.
આ પણ વાંચો : IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પડકારનો સામનો કરવા તૈયાર, મોટા નિર્ણય પર તમામની નજર રહેશે
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાના કરોડો ચાર્જ કરે છે અને નેટવર્થ હજાર કરોડથી વધુ છે આ ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ થાય બાદ વિરાતે એક પોસ્ટ કરી આ અંગે ખુલાસો કર્યો હતો કે, આ આંકડા ખોટા છે. વિરાટ તેની લાઈફ સ્ટાઈલ અને કમાણીથી ખુશ છે અને આવી અફવાઓથી દૂર રહેવા ફેન્સને વિરાટે સલાહ આપી હતી.