Irfan Pathan એ વિરાટ કોહલી-રોહિત શર્મા પર સાધ્યું નિશાન ! કહ્યું- આરામ કરવાથી ફોર્મ પરત નથી આવતું

Cricket : વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે (Irfan Pathan) ટ્વીટ કર્યું છે. ઈરફાને કોઈનું નામ લીધા વિના શ્રેણીમાંથી આરામ લઈ રહેલા સિનિયર્સ પર નિશાન સાધ્યું છે.

Irfan Pathan એ વિરાટ કોહલી-રોહિત શર્મા પર સાધ્યું નિશાન ! કહ્યું- આરામ કરવાથી ફોર્મ પરત નથી આવતું
Virat Kohli and Rohit Sharma (File Photo)
| Edited By: | Updated on: Jul 07, 2022 | 7:17 AM

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) માં યોજાનારી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે શિખર ધવન (Shikhar Dhawan) ને સુકાની બનાવવામાં આવ્યો છે અને સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. હવે ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય પર સવાલો ઉભા થયા છે. ટીમની જાહેરાત બાદ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણ (Irfan Pathan) એ ટ્વીટ કર્યું છે.

ઈરફાન પઠાણે ટ્વીટ કરીને લખ્યું કે, આરામ લીધા પછી કોઈ પણ ફોર્મમાં પરત નથી આવતું. ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી. પરંતુ સ્પષ્ટ છે કે તેનું નિશાન માત્ર ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ પર છે.

તમને જણાવી દઈએ કે, જે ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રિષભ પંત જેવા મોટા નામ સામેલ છે. પરંતુ ફોર્મની ચિંતા માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માની છે.

 

 

વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં જોવા નથી મળ્યો. તે IPL 2022 દરમિયાન પણ નિષ્ફળ જોવા મળ્યો હતો. તો સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં તેણે વાપસી કરી પણ તે નિષ્ફળ સાબિત થયો હતો. વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 11 રન અને બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તે હવે ઇંગ્લેન્ડ સામેની વનડે અને ટી20 શ્રેણીમાં જોવા મળશે. પરંતુ પ્રથમ મેચ રમશે નહીં.

રોહિત શર્મા સાથે પણ આવું જ થયું. રોહિત શર્મા IPL 2022 માં પણ ખરાબ ફોર્મમાં હતો. ત્યાર બાદ તેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ રિષભ પંતે કમાન સંભાળી અને શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ. રોહિત શર્મા એજબેસ્ટન ટેસ્ટ પણ રમી શક્યો ન હતો. કારણ કે તેને કોરોના થયો હતો. તે ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે શ્રેણી રમશે. પરંતુ તેને વેસ્ટ ઈન્ડિઝ સામે આરામ મળ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ

શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ-સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.