આગામી કેટલાક સપ્તાહ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારી માટે કેટલીક મહત્વપૂર્ણ સિરીઝ રમવાની છે. આવામાં સૌથી વધુ નજર એશિયા કપ પર રહેશે. આ ટૂર્નામેન્ટ માત્ર તૈયારીઓ માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ ટૂર્નામેન્ટ જસપ્રિત બુમરાહ અને કેએલ રાહુલ જેવા ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસીનું માધ્યમ બની શકે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંદાજે 1 વર્ષથી ઈજાના કારણે મેદાનથી બહાર છે. તે પીઠની ઈજાને કારણે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તો સ્ટાર બેટસમેન કેએલ રાહુલ છેલ્લા 2 મહિનાથી ઈજાને કારણે બહાર છે. બંન્ને ખેલાડીઓ સર્જરીમાંથી બહાર આવ્યા છે. બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે.
આ પણ વાંચો : સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતીઓએ વગાડ્યો ડંકો, મનોદિવ્યાંગ ખેલાડીઓએ જીત્યા 14 મેડલ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ બંન્ને ખેલાડીઓ સ્વસ્થ ફિટનેસને લઈ કામ કરી રહ્યા છે. એશિયા કપમાં તેને તક મળવાની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બંન્ને ખેલાડીઓ ઓગ્સ્ટમાં ભારતીય ટીમના આયરલેન્ડ પ્રવાસ પહેલા ફિટ થવાની આશા છે. પરંતુ એશિયા કપ અને ફરી વર્લ્ડ કપને જોઈ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ તેમને આયરલેન્ડમાં ટી20 સિરીઝ રમાડવા સિવાય એશિયા કપમાં ઉતારવાનો નિર્ણય લઈ શકે છે.
ગત્ત સપ્ટેમબર મહિના બાદથી જ બુમરાહ ક્રિકેટના મેદાનમાંથી દુર છે. હાલમાં એનસીએમાં બોલિંગ પણ શરુ કરી છે. તે એક દિવસમાં 7 ઓવરની બોલિંગ કરી રહ્યો છે. જેમાં આવનારા દિવસોમાં આ બોલિગ વધારી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બુમરાહને પીઠમાં હાલમાં કોઈ પણ પ્રકારની પરેશાની થઈ રહી નથી.
બીજી બાજુ રાહુલ પણ એનસીએમાં છે પરંતુ તે હજુ એક્સરસાઈઝ કરી ફિટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમણે અત્યારસુધી બેટિંગ પ્રેક્ટિસ શરુ કરી નથી પરંતુ આગામી કેટલાક દિવસમાં તે બોલિંગમાં હાથ અજમાવી શકે છે.
એશિયા કપની શરુઆત 31 ઓગસ્ટથી શરુ થશે અને ટૂર્નામેન્ટ 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. વર્લ્ડકપને જોઈ આ ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે. ત્યારે તૈયારીઓને લઈ આ ટૂર્નામેન્ટ મહત્વની છે. ત્યારે જો ટીમ ઈન્ડિયાના આ બંન્ને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં એકદમ ફિટ થઈ જાય છે તો આ માત્ર તૈયારી તરીકે નહિ પરંતુ આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભુમિકા ભજવશે.