VIDEO: મેચ દરમિયાન થપ્પડ મારવાથી લઈને બેટ મારવા સુધી, જુઓ IPL ઈતિહાસની ટોપ 5 લડાઈઓ

આઈપીએલના 15 વર્ષના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા છે અને અનેક રેકોર્ડ તૂટયા છે પણ રોમાંચક મેચોની વચ્ચે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ છે.  ચાલો જોઈએ  છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં થયેલી સૌથી મોટી લડાઈઓ વિશે. 

VIDEO: મેચ દરમિયાન થપ્પડ મારવાથી લઈને બેટ મારવા સુધી, જુઓ IPL ઈતિહાસની ટોપ 5 લડાઈઓ
IPL top 5 shocking fights of ipl history
| Edited By: | Updated on: May 02, 2023 | 10:18 PM

1 મેના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લો સ્કોરિંગ મેચ રમાઈ હતી. આ મેચમાં સિક્સર અને ચોગ્ગા કરતા વધારે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી વધારે જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની લખનઉ સુપર જાયન્ટસના 4-5 ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલીના આક્રમક અંદાજના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

આઈપીએલના 15 વર્ષના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા છે અને અનેક રેકોર્ડ તૂટયા છે. પણ રોમાંચક મેચોની વચ્ચે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ છે.  ચાલો જોઈએ  છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં થયેલી સૌથી મોટી લડાઈઓ વિશે.

1. વર્ષ 2013માં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે લડાઈ

2. પોલાર્ડ અને મિશેલ સ્ટાર્ક વચ્ચે વર્ષ 2014માં થયેલી લડાઈ

3. વર્ષ 2008માં હરભજન અને શ્રીનાથ વચ્ચે થયો થપ્પડકાંડ

4. વર્ષ 2016માં અંબાતિ રાયડુ અને હરભજન સિંહ વચ્ચે લડાઈ

5. વર્ષ 2019માં અમ્પાયર સાથે લડવા મેદાન પર આવ્યો ધોની

મેદાન પર ગુસ્સો કરવાનો મળ્યો દંડ

 

 

 

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને એકબીજા સાથે ટક્કરાવવું મોંઘુ સાબિત થયું છે. તેઓને એકબીજા સાથે લડવાની સજા આપવામાં આવી છે. ભલે બંને વચ્ચેની લડાઈ ઝપાઝપીની હદ સુધી પહોંચી ન હતી, પરંતુ જે થયું, ભલે ગમે તેટલો મોટો ખેલાડી ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં હોય, તેને સારું માનવામાં આવતું નથી. આ સીધું ક્રિકેટના નિયમોની વિરુદ્ધ છે. કોહલી અને ગંભીરને આની સજા મળી છે.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 2ના ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી, ત્યારબાદ તેમની આખી મેચ ફી કાપી લેવામાં આવી. આ બંને સિવાય લખનઉ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ એ હતી કે તે કોહલી સાથે સામેલ થઈ ગયો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…