ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) ની ની 14 મી સિઝન પૂર્ણ થયા બાદ હવે સૌનુ ધ્યાન ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup) તરફ છે. ખેલાડીઓ થી લઇને ક્રિકેટ ચાહકો પણ વિશ્વકપને માણવાનો હવે ધીરેધીરે આનંદ લઇ રહ્યા છે. જેનો ખરો આનંદ રવિવારે રમાનારી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ થી શરુ થશે. જોકે આ દરમ્યાન ચાહકો એક વાતની રાહ આતુરતા પૂર્વક જોઇ રહ્યા છે કે, આઇપીએલમાં આગામી નવી સિઝનમાં કઇ બે નવી ટીમો સામેલ થશે.
જોકે આ સાથે જ એ પણ સવાલ થઇ રહ્યા છે. કે નવી ટીમોના માલિકી હકો કોની પાસે અને ટીમના નામ પણ કેવા હશે. નવી ટીમોના કેમ્પ પણ ક્યા રહેશે જેવા સવાલો સ્વાભાવિક જ ઉદ્ભવે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે, માંચેસ્ટર યૂનાઇટેડ (Manchester United) જેવી ફુટબોલ ક્લબ થી લઇને ફોર્મ્યૂલા વન (Formula-1) રેસના પૂર્વ માલિક પણ આઇપીએલ ટીમના માલિક બનવા માટે આતુર છે. જે એલાન યુએઇમાં જ થઇ શકે છે.
25 મી ચિત્ર સ્પષ્ટ થશે
નવી ટીમોના નામની ઘોષણા આગામી સપ્તાહની શરુઆતે થઇ શકે છે, એટલે કે 25મી ઓક્ટોબરે સોમવારે થઇ શકે છે. જોકે આ તારીખોને આગળ ખસેડવાની વાત પણ હતી પરંતુ હજુ સુધી તેવી કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. આમ હાલમાં તો સોમવારે જ એલાન થવાનુ માનીને બધુ આગળ વધી રહ્યુ છે.
BCCI એ ટેન્ડર ભરવા માટે 10 લાખ રુપિયાની કિંમતના ફોર્મ જારી કર્યા હતા. જે ફોર્મની કિંમત પરત નહી કરવાની શર્તે આપવામાં
આવ્યા હતા. જે ફોર્મને રજૂ કરવા માટે પહેલા 31 ઓગષ્ટ સુધીની તારીખ જાહેર કરવામાં આવી હતી. બાદમાં તે મર્યાદા દશ દીવસ
વધારીને 10 ઓક્ટોબર કરવામાં આવી હતી. જે ફરી એકવાર 10 દિવસ માટે લંબાવાઇ હતી અને 20 ઓક્ટોબર અંતિમ તારીખ જાહેર
કરવામાં આવી હતી. આમ હવે 25 મીએ નવી ટીમ અંગેની મોટા ભાગનુ ચિત્ર સ્પષ્ટત થઇ શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ખરીદવા માટે 2 હજાર કરોડ રુપિયાની કિંમત રાખી છે. આ માટે હવે ટેન્ડપ ભરનારા એટલે કે ટીમ
ખરિદવા ઇચ્છુકો બોલી લગાવશે. આ માટે મીડિયા અહેવાલ મુજબ 18 જેટલા ખરિદદારો હોવાનુ મનાય છે. આમ નવી ટીમો ખરીદવા માટે આકરી ટક્કર જામશે.
આ રેસમાં માંચેસ્ટર યુનાઇટેડના ઓનર ગ્લેઝર ફેમિલી, અદાણી ગૃપ, RPSG પ્રમોટર્સ સંજીવ ગોયન્કા, નવીન જીંદાલ, ટોરેન્ટ ફાર્મા, રોની સ્ક્રૂવાલા, અરબિંદો ફાર્મા, કોટક ગૃપ સિંગાપોર બેઝ્ડ PE ફર્મ સામેલ છે. જેઓ આઇપીએલ ટીમના માલિક બનવા માટે જોર
લગાવશે.