રવિવારે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. IPL 2023 ની આ મેચ જબરદસ્ત રોમાંચક મેચની છેલ્લી ઓવર પૈસા વસૂલ કરનારી હતી. અંતિમ ઓવરમાં રિંકૂ સિંહે લાગલગાટ પાંચ છગ્ગા જમાવી દઈને જમાવટ કરી દીધી હતી. આ પાંચેય છગ્ગા વડે કોલકાતાએ મેચ ગુજરાતના હાથમાંથી છીનવી લીધી હતી. રિંકૂ સિંહે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત છગ્ગા ફટકારીને મેચમાં વિજય જ નહીં પરંતુ પોઈન્ટ્સ ટેબલમાં જબરો ફાયદો કરાવ્યો છે. કોલકાતા હવે વધુ ઉપરના સ્થાન પર પહોંચ્યુ છે, જ્યારે ગુજરાતની ટીમ નિચે સરકી છે. ડબલ હેડર દિવસની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે જીત સાથે સિઝનમાં જીતનુ ખાતુ ખોલ્યુ હતુ.
ગુજરાતની ટીમને રવિવારે નંબર 1 સ્થાન પર પહોંચવાનો મોકો સર્જાયેલો હતો, પરંતુ રિંકુ સિંહે તેના સપનાઓ પર અંતિમ ઓવરમાં પાણી ફેરવી દીધુ હતુ. ગુજરાત ટાઈટન્સ આ મેચ પહેલા ત્રીજા સ્થાને હતુ. એક મેચમાં જીત સાથે જ ગુજરાત ટીમ ટોચના સ્થાને પહોચી શકી હોત. પરંતુ મોં એ આવેલો કોળીયો છીનવવા રુપ રવિવારને મેચ રિંકૂએ કોલકાતાને નામે કરાવી દીધી હતી. આ જીત સાથે રિંકૂ દુનિયાભરમાં ચર્ચાઓમાં છવાઈ ચૂક્યો છે.
અમદાવાદમાં રવિવારે હાર સાથે ગુજરાત ટીમને ફટકો પડ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાતની ટીમ વધુ એક સ્થાન નિચે સરકતા ચોથા ક્રમે પહોંચી છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે રિંકૂ સિંહની ધમાલના બળથી છઠ્ઠા ક્રમેથી સીધા બીજા સ્થાને છલાંગ લગાવી દીધી છે. કોલકાતાએ સિઝનમાં 3 મેચ રમીને 2 માં જીત મેળવી છે. સિઝનમાં હજુ સુધી એક પણ ટીમ 3 મેચ રમીને 3 જીત મેળવી શકી નથી. કોલકાતાનો નેટ રનરેટમાં રવિવારની મેચ બાદ સુધારો થયો છે. હવે આ સાથે જ ગુજરાતના હાથમાંથી પ્રથમ સ્થાને ફરીથી ઝડપથી પહોંચવાનો મોકો ગુમાવી દીધો છે. આ માટે હવે દમદાર પ્રદર્શન કરવા સાથે રાહ જોવી પડશે.
IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
1 | RR | 3 | 2 | 1 | 2.067 | 4 |
2 | KKR | 3 | 2 | 1 | 1.375 | 4 |
3 | LSG | 3 | 2 | 1 | 1.358 | 4 |
4 | GT | 3 | 2 | 1 | 0.431 | 4 |
5 | CSK | 3 | 2 | 1 | 0.356 | 4 |
6 | PBKS | 3 | 2 | 1 | -0.281 | 4 |
7 | RCB | 2 | 1 | 1 | -1.256 | 2 |
8 | SRH | 3 | 1 | 2 | -1.502 | 2 |
9 | MI | 2 | 0 | 2 | -1.394 | 0 |
10 | DC | 3 | 0 | 3 | -2.092 | 0 |
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:00 am, Mon, 10 April 23