
IPL 2023 માં હવે પોઈન્ટ્સ ટેબ્લની સ્થિતી રસપ્રદ બનવા તરફ આગળ વધી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે બુધવારે હાર મેળવ્યા બાદ મુશ્કેલ સ્થિતીમાં સર્જાઈ છે. તમામ ટીમોએ 7-7 મેચ રમી લીધી છે. બુઘવારે બેંગ્લોર અને કોલકાતા સિઝનમાં પોતાની 8મી મેચ રમી રહ્યા હતા. જેમાં હવે બેંગ્લોરને મોટુ નુક્શાન 2 પોઈન્ટ્સ ગુમાવીને થયુ છે. બાકીની 8 ટીમો હવે હજુ આગામી દિવસમાં 8મી મેચ મેચ રમશે અને તેમાં બેંગ્લોરને હજુ પાછળ થવાનો ખતરો સર્જાઈ શકે છે.
કોલકાતાના કેપ્ટન નિતીશ રાણાએ બેંગ્લોર સામે ઉતરતા જ કહ્યુ હતુ કે, હવે સેકન્ડ હાફમાં આગળ વધવાના મજબૂત પ્રયાસ કરશે. એ જ રીતે બેંગ્લોરને તેના જ ઘરમાં હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થાન સુધાર્યુ છે. હજુ 6 મેચ કોલકાતાએ રમવાની બાકી છે, તેનો આવો જુસ્સો પોઈન્ટ્સ ટેબલને રસપ્રદ બનાવી શકે છે.
આ પહેલા કોલાકાતા નાઈટ રાઈડર્સે અમદાવાદમાં જીત મેળવી હતી. ત્યારબાદ સતત ચાર મેચમાં હાર બાદ હવે કોલકાતાને જીત મળી છે. 9 એપ્રિલે કોલકાતાએ ગુજરાત સામે જીત મેળવી હતી. ત્યાર બાદ હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર થઈ હતી. આમ ચાર મેચમાં હાર બાદ બેંગ્લોરને હરાવીને ફરી કોલકાતાની ગાડી પાટે ચઢી છે. 17 દિવસનો સમય વિત્યા બાદ જીતની ખુશીઓ મળી છે.
કોલકાતાના ખાતામાં હવે 6 પોઈન્ટ્સ 3 જીત મેળવીને થયા છે. આમ હવે કોલકાતાની ટીમ 8માં સ્થાને થી 7માં સ્થાને પોઈન્ટ્સ ટેબલમાં પહોંચી છે. બેંગ્લોરની ટીમ 8માંથી 4 મેચ જીતીને પાંચમાં સ્થાને છે. કોલકાતા સામેની જીત બેંગ્લોરને સીધી ત્રીજા સ્થાને પહોંચાડી શકતી હતી. બેંગ્લોર પાસે 4 મેચ જીતીને 8 પોઈન્ટ્સ છે. ચેન્નાઈ અને ગુજરાત ટાઈટન્સ પાસે 10-10 પોઈન્ટ્સ છે. બંનેએ અત્યાર સુધીમાં 7-7 મેચ રમી છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ 4 મેચ જીતીને 8 પોઈન્ટ્સ ધરાવે છે.
| IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
| 1 | CSK | 7 | 5 | 2 | 0.662 | 10 |
| 2 | GT | 7 | 5 | 2 | 0.580 | 10 |
| 3 | RR | 7 | 4 | 3 | 0.844 | 8 |
| 4 | LSG | 7 | 4 | 3 | 0.547 | 8 |
| 5 | RCB | 8 | 4 | 4 | -0.139 | 8 |
| 6 | PBKS | 7 | 4 | 3 | -0.162 | 8 |
| 7 | KKR | 8 | 3 | 5 | -0.027 | 6 |
| 8 | MI | 7 | 3 | 4 | -0.620 | 6 |
| 9 | SRH | 7 | 2 | 5 | -0.725 | 4 |
| 10 | DC | 7 | 2 | 5 | -0.961 | 4 |
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:27 am, Thu, 27 April 23