
IPL 2023 ની ક્વોલિફાયર-2 અમદાવાદમાં રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદ વિલન બનતા મેચ થોડી મોડી શરુ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કર નિયત સમય કરતા 30 મિનિટ મોડી શરુ થઈ રહી છે. જ્યારે ટોસ 45 મિનિટ લેટ થઈ રહ્યો છે. આ તમામ સ્થિતી સર્જાવાનુ કારણ અચાનક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાનુ છે. ક્રિકેટ ચાહકો ટોસના નિયત સમયના અડધા કલાક પહેલાનો માહોલ જોઈને મેચ શરુ થવાને લઈ ચિંતા અનુભવી રહ્યા હતા.
રાહતની વાત એ છે કે અમદાવાદમાં વરસાદ રોકાઈ ચૂક્યો છે અને હળવો પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ રોકાઈ જતા પીચ પર લાગેલા કવર્સ હટાવી શકાયા હતા. ટોસ પોણો કલાક લેટ થઈ રહ્યો છે અને આ સાથે જ મેચ શરુ થઈ રહી હોવાની રાહત ચાહકનો મળી હતી. જોકે સવાલ એ થાય છે કે, જો મેચમાં વરસાદ વિલન બને તો ફાઈનલમાં મુંબઈ કે ગુજરાત કોણ પહોંચી શકે. બંનેમાંથી એક ટીમ કેવી રીતે ફાઈનલમાં પોતાનુ સ્થા મેળવી શકે અને આ માટે શુ છે નિયમ. અહીં બતાવીશુ આ નિયમ વિશે.
It is raining heavily in Ahmedabad’s Narendra Modi Stadium #GTvsMI #MIvsGT #IPL2023 #IPL #Qualifier2 #IPLQualifier #TV9News pic.twitter.com/vLx6CaZcPg
— Tv9 Gujarati (@tv9gujarati) May 26, 2023
તમામ પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને BCCI એ આઈપીએલને લઈને નિયમો તૈયાર કર્યા છે. આ માટે પ્લેઓફને પણ ધ્યાનમાં રાખીને નિયમો તૈયાર કર્યા છે. પ્લેઓફ એ મહત્વની મેચ છે અને જેને લઈ ખૂબ જ રોમાંચ પણ ચાહકોમાં હોય છે. જોકે વરસાદ કે અન્ય સ્થિતીમાં કેવી રીતે પ્લેઓફ મેચના પરિણામ સામે આવે તેના માટે ખાસ નિયમ છે.
Published On - 7:43 pm, Fri, 26 May 23