IPL 2022 Orange Cap: જોસ બટલર સસ્તામાં આઉટ થવા છતાં નંબર-1 પર સલામત, RCB નો કેપ્ટન ટોપ ફાઈવમાં સામેલ

|

Apr 27, 2022 | 10:48 AM

IPL 2022 Orange Cap: સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને સિઝનના અંતે ઓરેન્જ કેપ આપવામાં આવે છે. સીઝનની મધ્યમાં પણ તેના હક બદલાતા રહે છે

IPL 2022 Orange Cap: જોસ બટલર સસ્તામાં આઉટ થવા છતાં નંબર-1 પર સલામત, RCB નો કેપ્ટન ટોપ ફાઈવમાં સામેલ
Jos Buttler સિઝનમાં 500 રન થી માત્ર 1 રન જ દૂર છે

Follow us on

IPL 2022 ની 39 મેચો રમાઈ છે. જેમ જેમ લીગ રાઉન્ડ આગળ વધી રહ્યો છે તેમ તેમ તેનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. આ વખતે લીગમાં આઠને બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે, તેથી સ્પર્ધાનું સ્તર અને પ્લેઓફ માટેની લડાઈ પણ ઘણી મુશ્કેલ બની ગઈ છે. પોઈન્ટ ટેબલની સાથે સાથે દરેક મેચની અસર પર્પલ અને ઓરેન્જ કેપ્સ (IPL Orange Cap) પર પણ પડી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( Rajasthan Royals vs Royal Challengers Bangalore) વચ્ચે મંગળવારે રમાયેલી મેચ બાદ જોસ બટલરે (Jos Buttler) ઓરેન્જ કેપ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પરંતુ એક નવો બેટ્સમેન ટોપ ફાઈવમાં પ્રવેશ મેળવી શક્યો છે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની આ મેચ લો સ્કોરિંગ રહી હતી. રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. નબળી બેટિંગના કારણે ટીમ 144 રન જ બનાવી શકી હતી. જોકે, આરસીબીની ટીમ આ લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી ન હતી અને માત્ર 19.3 ઓવરમાં 115 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફાફ ડુ પ્લેસિસ ટોપ 5માં પહોંચી ગયો છે

આરસીબી તરફથી કોઈ બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. ટીમ તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા આવેલા ફાફ ડુ પ્લેસિસે 21 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી. ડુ પ્લેસીસે ભલે નાની ઈનિંગ્સ રમી હોય પરંતુ આના કારણે તે ઓરેન્જ રેસમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવી શક્યો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્માને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે, તિલક વર્માના 9 મેચમાં 272 રન છે, ફાફે હવે 9 મેચમાં 278 રન બનાવ્યા છે. જોસ બટલરે આ મેચમાં માત્ર 8 રન બનાવ્યા હતા. જો કે, તેની અને રેસમાં રહેલા બાકીના બેટ્સમેનો વચ્ચે રનનો તફાવત એટલો છે કે તેના પર આ ટૂંકી ઇનિંગ્સની કોઈ અસર થઈ શકી નથી.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ વખતે ઓરેન્જ કેપમાં ઘણા નવા નામ સામેલ થયા છે. બીજી તરફ, CSK નો ઋતુરાજ ગાયકવાડ, જેણે ગત સિઝનમાં ઓરેન્જ કેપ કબજે કરી હતી, તે આ વર્ષે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તે એકવાર પણ ટોપ 5માં સ્થાન મેળવી શક્યો નથી. રાજસ્થાન રોયલ્સના જોસ બટલર છેલ્લા ઘણા લાંબા સમયથી ઓરેન્જ કેપ ધરાવે છે. તેના કારણે રાજસ્થાન રોયલ્સની ટીમ પણ સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

ક્રમ બેટ્સમેન ટીમ રન
1 જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 499
2 કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સ 368
3 શિખર ધવન પંજાબ કિંગ્સ 302
4 હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ 295
5 ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 278


આ પણ વાંચો :
Priyanka Jawalkar Dating KKR Cricketer : કોલકોતાની ટીમના આ સ્ટાર ખેલાડીને ડેટ કરી રહી છે પ્રિયંકા જાવલકર!

આ પણ વાંચો : IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 10:45 am, Wed, 27 April 22

Next Article