VIDEO : અરિજીત સિંહે પોતાના અવાજથી મંત્રમુગ્ધ કર્યા, ‘નેશનલ ક્રશ’ રશ્મિકા અને તમન્નાના પરફોર્મન્સ પર ઝૂમ્યા ફેન્સ

|

Mar 31, 2023 | 7:30 PM

IPL opening ceremony 2023 : અરિજીત સિંહે પોતાના અવાજ અને બોલિવૂડ સોન્ગથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ સાઉથની બે અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાના પરફોર્મન્સ પર સ્ટેડિયમ ઝૂમી ઉઠયુ હતુ. આ ઓપનિંગસ સેરેમનીના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

VIDEO : અરિજીત સિંહે પોતાના અવાજથી મંત્રમુગ્ધ કર્યા, નેશનલ ક્રશ રશ્મિકા અને તમન્નાના પરફોર્મન્સ પર ઝૂમ્યા ફેન્સ
ipl opening ceremony 2023

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ છે. સાંજે 6 કલાકે એન્કર મંદિરા બેદીએ ઓપનિંગ સેરેમનીની શરુઆત કરાવી હતી. સૌ પ્રથમ અરિજીત સિંહે પોતાના અવાજ અને બોલિવૂડ સોન્ગથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ સાઉથની બે અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાના પરફોર્મન્સ પર સ્ટેડિયમ ઝૂમી ઉઠયુ હતુ. આ ઓપનિંગ સેરેમનીના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

લગભગ 5 વર્ષ બાદ આઈપીએલમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ પહેલા ભારતીય સૈનિકો પર હુમલા અને કોરોના માહામારીને કારણે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. અમદાવાદની ઓપનિંગ સેરેમની ઐતિહાસિક ઓપનિંગ સેરેમની બની છે. આ ઓપનિંગસ સેરેમનીમાં 1 લાખથી વધારે ફેન્સ હાજર રહ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અરિજીત સિંહે પોતાના અવાજથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા

 

તમન્ના ભાટિયાનું ધમાકેદાર પરફોર્મન્સ

 

 

નેશનલ ક્રશનું શાનદાર પરફોર્મન્સ

 

 

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. 59 દિવસમાં  કુલ 18 ડબલ હેડર મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

10 ટીમના  243 ખેલાડીઓ

 


આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

તમામ મેચ 12 શહેરમાં રમાશે

ટૂર્નામેન્ટની 74 મેચ 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. IPL ટીમોનાં 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચો રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું અને ધર્મશાલાનું સ્ટેડિયમ પંજાબનું હોમ ગ્રાઉન્ડ રહેશે. IPL ટીમનાં 10 શહેરો મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકાતા હશે.

 

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

 

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 7:26 pm, Fri, 31 March 23

Next Article