IPL Media Rights: IPLની એક મેચથી બીસીસીઆઈની કમાણી 105.5 કરોડ, ટીવી અને ડિજિટલ રાઈટ્સ નક્કી થયા

IPL Media Rights: આગામી 5 વર્ષ માટે આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઈટ્સની હરાજી થઈ ગઈ છે. સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે.

IPL Media Rights: IPLની એક મેચથી બીસીસીઆઈની કમાણી 105.5 કરોડ, ટીવી અને ડિજિટલ રાઈટ્સ નક્કી થયા
Tata IPL Trophy (PC: IPLt20.com)
| Edited By: | Updated on: Jun 13, 2022 | 1:19 PM

IPL મીડિયા અધિકારો (IPL Media Rights) ની હરાજીમાં બે પેકેજો માટે હરાજી પૂર્ણ થઈ ગઈ છે. IPL ના ટીવી અધિકારોની હરાજી કરવામાં આવી છે. જે પ્રતિ મેચ 57.5 કરોડમાં વેચાયા છે. તો ડિજિટલ અધિકારોની હરાજી 48 કરોડ રૂપિયા પ્રતિ મેચમાં કરવામાં આવી છે. આ આગામી પાંચ વર્ષ માટે છે. વેબસાઈટ Cricbuzz એ આ અંગે માહિતી આપી છે. એટલે કે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ બતાવવા માટે BCCI ને કુલ 105.5 કરોડ રૂપિયા મળશે. આ હરાજી આગામી પાંચ વર્ષના અધિકારો માટે યોજવામાં આવી રહી છે એટલે કે BCCI 2023 થી 2027 સુધીના મીડિયા અધિકારોનું વેચાણ કરી રહ્યું છે.

આ હરાજી બે શ્રેણી પેકેજ-એ અને પેકેજ-બી માટે કરવામાં આવી છે. આ બંને કેટેગરીની કુલ રકમ 43,255 કરોડ જણાવવામાં આવી રહી છે. પેકેજ-Aની કુલ કિંમત રૂ. 23,575 કરોડ છે. પેકેજ Bની કુલ કિંમત 19,680 કરોડ રૂપિયા છે. પેકેજ-A ભારતીમાં ટીવી અધિકારો માટે છે. જ્યારે પેકેજ-બી ઓનલાઈન સ્ટ્રીમિંગ અધિકારો માટે છે.

 

 

 

EPL ને પાછળ છોડ્યું

IPL એ મેચમાંથી કમાણીના મામલામાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ને પાછળ છોડી દીધી છે. ઈંગ્લેન્ડની આ ફૂટબોલ લીગનો ખર્ચ પ્રતિ મેચ 81 કરોડ રૂપિયા છે. પરંતુ આઈપીએલ તેને પાછળ છોડી દીધું છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગે હરાજીના પહેલા જ દિવસે આ આંકડો પાર કર્યો હતો. બીજા દિવસે એટલે કે સોમવારે અંતિમ મહોર આપવામાં આવી છે.

હજુ બે પેકેજની હરાજી બાકી

આ વખતે બીસીસીઆઈએ હરાજીને ચાર પેકેજમાં વહેંચી છે. પેકેજ-એ અને બીની હરાજી થઈ ગઈ છે અને હવે પેકેજ-સી અને ડીની હરાજી બાકી છે. પેકેજ-સીમાં પ્લેઓફ સહિત લીગની 18 મેચોના બિન-વિશિષ્ટ અધિકારોનો સમાવેશ થાય છે. જ્યારે પેકેજ-ડીમાં ભારતીય ઉપખંડની બહારના પ્રસારણ અધિકારોનો સમાવેશ થાય છે. આ બંનેની પણ સોમવારે જ હરાજી થશે.

અત્યાર સુધી સ્ટાર પાસે પ્રસારણ હક્ક હતા

સ્ટાર સ્પોર્ટ્સ પાસે 2017 થી 2022 સુધી IPL મીડિયા અધિકારો હતા. આ દિગ્ગજ કંપનીએ 16 હજાર કરોડની કિંમત ચૂકવીને આ અધિકારો મેળવ્યા હતા. આ રકમમાં તેની પાસે ટીવી અને ડિજિટલ બંને અધિકારો હતા. પરંતુ આ વર્ષે બંનેની અલગ-અલગ હરાજી કરવામાં આવી છે. સ્ટારનું ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર આઇપીએલ મેચોને ઓનલાઇન સ્ટ્રીમ કરવા માટે વપરાય છે.

Published On - 12:47 pm, Mon, 13 June 22