IPL Media Rights: ટીવી પર એક આઇપીએલ મેચ બતાવવા માટે 49 કરોડ રુપિયા ખર્ચવા પડશે, જાણો મીડિયા રાઈટ્સની મોટી વાતો

|

Jun 08, 2022 | 7:37 AM

IPL Media Rights: ઈન્ડિયન પ્રીમિયર લીગને ક્રિકેટ વિશ્વનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. સ્વાભાવિક જ આ લીગ સૌથી મોંઘી હોય અને એટલે જ અહીં દરેક સિઝનમાં ધન વર્ષમાં વધારો જ થતો રહે છે.

IPL Media Rights: ટીવી પર એક આઇપીએલ મેચ બતાવવા માટે 49 કરોડ રુપિયા ખર્ચવા પડશે, જાણો મીડિયા રાઈટ્સની મોટી વાતો
IPL Media Rights 50 થી 60 કરોડ રુપિયામાં વેચાણ થવાનો અંદાજ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સિઝન સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ આ લીગના સમાપન બાદ પણ મોટુ અપડેટ સામે આવ્યુ છે. કારણ કે આઇપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન હવે આઇપીએલ મીડિયા રાઈટ્સ માટે હરાજી (IPL Media Rights) યોજાનાર છે. આ આગામી સિઝન 2023 થી 2028 માટે હરાજી યોજાનાર છે. એવા અહેવાલો છે કે આ મીડિયા અધિકારોની બોલી 50 થી 60 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. એ પણ જણાવી દઈએ કે આઈપીએલ મીડિયા રાઈડ માટે પહેલાથી જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને પાંચ કંપનીઓ તેના માટે સ્પર્ધા કરી રહી છે. આ વખતે BCCI નું ખિસ્સુ ખૂબ જ ગરમ થવાનુ છે.

છેલ્લી વખત જ્યારે હરાજી થઈ ત્યારે બીસીસીઆઈને કેટલા પૈસા મળ્યા? શું તમે આ વિશે જાણો છો. જો નહીં, તો અમે કહીશું. છેલ્લી વખત જ્યારે 2018 થી 2022 ના કાર્યકાળ માટે મીડિયા અધિકારોની હરાજી કરવામાં આવી હતી, ત્યારે પણ BCCI ના ખિસ્સા ખૂબ જ ગરમ થયા હતા. બીસીસીઆઈને આ હરાજીમાંથી 16300 કરોડ મળ્યા. પરંતુ આ વખતે ભારતીય બોર્ડની તિજોરીમાં અનેક ઘણા વધુ પૈસા આવવાના છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હરાજીની મોટી વાતો

  • મીડિયા અહેવાલ મુજબ, આ હરાજી ચાર પેકેજ માટે યોજાશે. જેમાં સામેલ છે- ભારતીય ઉપખંડના ટીવી, ભારતીય ઉપખંડના ડિજિટલ પ્લેટફોર્મ, ભારતીય ડિજિટલ માટે વિશેષ પેકેજો અને શેષ વિશ્વ.
  • બીસીસીઆઈ આ હરાજી માટે વર્ચ્યુઅલ વર્કશોપ અને મોક ઓક્શનનું આયોજન કરી રહી છે જેથી મીડિયા રાઈટ્સ મેળવવાની રેસમાં રહેલી કંપનીઓ આ પ્રક્રિયાથી વાકેફ થઈ શકે.
  • ટીવી અધિકારોની હરાજી રૂ. 49 કરોડથી શરૂ થશે. તે જ સમયે, ડિજિટલ અધિકારો માટે આ હરાજી 33 કરોડથી શરૂ થશે. એકવાર બિડ મૂક્યા પછી, આગામી બિડિંગ માટે 30 મિનિટ સુધીનો સમય આપવામાં આવશે.
  • હરાજી કરનારાઓએ તેમના આંકડા પ્રતિ-મેચના આધારે આપવાના રહેશે અને સિઝન દીઠ અથવા પાંચ સિઝનના આધારે નહીં.

10 ટીમોની IPL

IPL-2022 માં 10 ટીમોએ ભાગ લીધો હતો અને આગામી સિઝન પણ આ જ હશે. આવી સ્થિતિમાં IPLની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થવો સ્વાભાવિક છે. 10 ટીમોના આગમનથી તેમાં ઉત્સાહ વધવાની ધારણા હતી પરંતુ આટલી બધી ટીમો સાથેની પ્રથમ સિઝન કંઈ ખાસ ન હતી. તેની ટીઆરપીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BCCI સામે પણ પડકાર રહેશે કે આગામી સિઝનમાં IPL ની TRP વધારવી. હવે જોવાનું એ રહેશે કે આ હરાજીમાં કઈ કંપનીનું ખિસ્સા ખાલી છે અને BCCI ના ખિસ્સામાં કેટલા પૈસા આવે છે.

Next Article