હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવો મુંબઈ ઈન્ડિયન્સને પડશે ભારે, થઈ શકે છે આ 3 નુકસાન!

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરનાર પંડ્યાનું મુંબઈ પરત ફરવું આશ્ચર્યજનક છે. હાર્દિકને પરત લાવવાનો મુંબઈ ઈન્ડિયન્સનો નિર્ણય તેમના માટે ખોટો સાબિત થઈ શકે છે, ચાલો તમને તેનું કારણ જણાવીએ.

હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરવો મુંબઈ ઈન્ડિયન્સને પડશે ભારે, થઈ શકે છે આ 3 નુકસાન!
Hardik Pandya
| Updated on: Nov 28, 2023 | 3:53 PM

મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો હેઠળ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈએ આ ખેલાડીને 2022માં છોડ્યો હતો અને ત્યાર બાદ હાર્દિક ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો હતો અને 2022માં તેણે પોતાની ટીમને આઈપીએલ પણ જીતાડ્યો હતો. IPL 2023માં પણ તેણે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી હતી. આ પછી, હાર્દિક પંડ્યાનું કદ ઘણું વધી ગયું છે અને આ જ કારણ છે કે મુંબઈએ તેને ફરી એકવાર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

હાર્દિકને સામેલ કરવાથી મુંબઈને નુકસાન થઈ શકે છે

મુંબઈએ હાર્દિકને પોતાની ટીમમાં લાવવા માટે મોટી રકમ ચૂકવી છે. સ્વાભાવિક છે કે, મુંબઈએ આ ખેલાડીની કિંમતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હશે, પરંતુ તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવાથી મુંબઈ ઈન્ડિયન્સને પણ નુકસાન થઈ શકે છે. હાર્દિક મેચ વિનર છે તેમાં કોઈ શંકા નથી. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર છે. પરંતુ આ ખેલાડીમાં કેટલીક ખામીઓ પણ છે જેના કારણે મુંબઈને નુકસાન થઈ શકે છે.

હાર્દિક ઈજાગ્રસ્ત ખેલાડી છે

હાર્દિક પંડ્યાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આ ખેલાડી સંપૂર્ણપણે ફિટ નથી. તેનું શરીર ઈજાગ્રસ્ત છે. આનો અર્થ એ થયો કે તેને સતત ઈજાનું જોખમ રહેલું છે અને તેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં જ વર્લ્ડ કપની ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પછી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની ગેરહાજરીની ટીમના સંતુલન પર નોંધપાત્ર અસર પડી હતી.

વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત હાર્યું

ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી પરંતુ ટાઈટલ ચૂકી ગઈ. હવે જો IPL દરમિયાન આવું કંઈક થશે તો મુંબઈ ઈન્ડિયન્સ શું કરશે? જો કે કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ શકે છે, પરંતુ પંડ્યાને ઈજા સાથે ગાઢ સંબંધ હોવાનું જણાય છે.

જો બોલિંગ નહીં કરે તો મુંબઈને મોટું નુકસાન થશે

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2022 માટે હાર્દિક પંડ્યાને રિટેન ન કર્યો કારણ કે તે બોલિંગ કરવા માટે ફિટ ન હતો. હવે જો ભવિષ્યમાં ફરીથી આવી સ્થિતિ સર્જાશે તો મુંબઈની ટીમ શું કરશે? વાસ્તવમાં, હાર્દિક પંડ્યાનું એક્સ ફેક્ટર તેનું પેસ બોલિંગ ઓલરાઉન્ડર હોવું છે. જો તે બોલિંગ કરતો નથી, તો માત્ર એક બેટ્સમેન તરીકે, તેને પર આટલા પૈસા ખર્ચવા મુમબાઈ માટે નુક્સાનકારક સાબિત થશે.

ટીમ એકતા માટે ખતરો

મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક ખેલાડીઓ આ નિર્ણયથી ખુશ નથી. હવે આમાં કેટલું સત્ય છે તે કોઈ નથી જાણતું, પરંતુ આ દિશામાં સંકેતો મળી રહ્યા છે. મુંબઈમાં હાર્દિક પંડ્યાની રી-એન્ટ્રી બાદ જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. તેમાં તેણે લખ્યું છે કે ક્યારેક મૌન શ્રેષ્ઠ જવાબ છે. હવે તેની આ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટને હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહી છે.

બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કર્યું

એવા પણ અહેવાલ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે. જોકે, હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે રોહિત બાદ પંડ્યાને મુંબઈનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. અગાઉ આ રેસમાં માત્ર બુમરાહ જ દેખાતો હતો.

આ પણ વાંચો: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી20, જાણો કેવુ રહેશે ગુહાટીનું હવામાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો