ઈડન ગાર્ડનમાં આઈપીએલ 2023ની 56મી મેચ રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મહત્વની હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આજની મહત્વની મેચમાં હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તાના ખેલાડીઓ સારી બેટિંગ કરી શક્યા ન હતા. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર 8 વિકેટના નુકશાન સાથે 149 રન રહ્યો હતો. 150 રનનો ટાર્ગેટ રાજસ્થાનની ટીમે 14મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.
યશસ્વી જયસ્વાલે આજે આઈપીએલમાં માત્ર 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવ્યા હતા. જેમાં તેણે 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. તેણે 5 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.જ્યારે સંજૂ સેમસને 29 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સંજૂએ અંતિમ સમયમાં પોતાની ફિફટી જતી કરીને જયસ્વાલને સેન્ચુરી ફટકારવાની તક આપી હતી. પણ જયસ્વાલ 2 રનથી પોતાની બીજી સેન્ચુરી ચૂક્યો હતો.
( આજની મેચ પહેલા આઈપીએલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારનારા ખેલાડીઓ)
આ પણ વાંચો : IPL ઈતિહાસમાં આ ખેલાડીઓ ફટકારી છે ફાસ્ટેસ્ટ ફિફટી
From here to the biggest platform in league cricket, Yashasvi Jaiswal has made his dream come true through hard work and determination. Made his parents proud. ❤️ #RRvsKKR #YashasviJaiswalpic.twitter.com/6UJMDmvZ0y
— Priyanshu (@PriyanshuVK18K) May 11, 2023
Fastest FIFTY in the IPL
Yashasvi Jaiswal brings up his half-century in just 13 deliveries 👏👏#TATAIPL #KKRvRR pic.twitter.com/KXGhtAP2iy
— IndianPremierLeague (@IPL) May 11, 2023
For his stupendous innings of 98* off 47 deliveries, @ybj_19 is adjudged Player of the Match as @rajasthanroyals win by 9 wickets.
Scorecard – https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/x5c979WlwO
— IndianPremierLeague (@IPL) May 11, 2023
150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls.
Scorecard – https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI
— IndianPremierLeague (@IPL) May 11, 2023
આઈપીએલ 2023ની 56મી મેચમાં 2 મોટા રેકોર્ડ બન્યા હતા. ચહલ 4 વિકેટ લઈને આઈપીએલ ઈતિહાસનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 13 બોલમાં ફિફટી ફટકારી હતી. કોલકત્તા સામેની પહેલી 3 ઓવરમાં જ યશસ્વી જયસ્વાલે પોતાના અને રાજસ્થાનનો સ્કોર 50ને પાર કરી દીધો હતો. આ પહેલા કે એલ રાહુલ અને પેટ કમિન્સે 14 બોલમાં ફિફટી ફટકારી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:10 pm, Thu, 11 May 23