યશસ્વી જયસ્વાલે IPLમાં 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી પણ ન કરી શક્યો આ કામ

|

May 20, 2023 | 5:40 PM

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે પંજાબ કિંગ્સ સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાનને જીત અપાવવાની સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. રાજસ્થાનના 14 મેચની અંતે 14 પોઇન્ટ છે. રાજસ્થાને 7 મેચમાં જીત મેળવી અને 7 મેચમાં ટીમની હાર થઇ હતી.

યશસ્વી જયસ્વાલે IPLમાં 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી પણ ન કરી શક્યો આ કામ
Yashasvi Jaiswal most runs as uncapped player in IPL history

Follow us on

રાજસ્થાન રોયલ્સે શાનદાર અંદાજમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી માત આપી હતી. આ મેચમાં રાજસ્થાનના બોલર અને બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા, જવાબમાં રાજસ્થાન રોયલ્સ 6 વિકેટ ગુમાવીને 189 રન બનાવી મેચમાં જીત મેળવી હતી. રાજસ્થાન માટે આ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે મેચ દરમિયાન 15 વર્ષ જૂનો આઇપીએલ રેકોર્ડ તોડ્યો હતો.

યશસ્વી જયસ્વાલે કર્યો કમાલ

પંજાબ કિંગ્સ સામે યશસ્વી જયસ્વાલે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા, જેમા 8 ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ તેણે આઇપીએલમં ઇતિહાસ રચ્યો હતો. જયસ્વાલ આઇપીએલ 2023માં શાનદાર ફોર્મમાં છે. આઇપીએલ 2023માં જયસ્વાલ એક મેચ વિનર તરીકે ઉભરીને આવ્યો છે. આઇપીએલ 2023માં 14 મેચમાં 48 ની એવરેજ સાથે તેણે 625 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદી અને એક સદી સામેલ છે. આ સાથે જ જયસ્વાલ સૌથ વધુ રન બનાવનાર અનકૈપ્ડ પ્લેયર બની ગયો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

15 વર્ષ જૂનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત

શોન માર્શે આઇપીએલ 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા 616 રન સીઝન દરમિયાન કર્યા હતા. તો આ સીઝનમાં યશસ્વીએ 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. નોંઘપાત્ર છે કે અનકૈપ્ડ ભારતીય પ્લેયર તરીકે સૌથી વધુ રનનો રેકોર્ડ આ પહેલા ઇશાન કિશનના નામે હતો. તેણે વર્ષ 2020માં 516 રન બનાવ્યા હતા. પણ હવે યશસ્વીએ આ બધાને પાછળ છોડી દીધો હતો.

આઇપીએલમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકૈપ્ડ ખેલાડી

  1. યશસ્વી જયસ્વાલ- 625 રન, વર્ષ 2023
  2. શોન માર્શ- 616 રન, વર્ષ 2008
  3. ઇશાન કિશન- 516 રન, વર્ષ 2020
  4. સૂર્યકુમાર યાદલ-512 રન, વર્ષ 2018
  5. સૂર્યકુમાર યાદ-480 રન, વર્ષ 2020
  6. દેવદત્ત પડ્ડીકલ-473 રન , વર્ષ 2021

રાજસ્થાને જીતી મેચ

પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રાજસ્થાને સરળતાથી ચેઝ કરી લીધો હતો. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલે 50 રન, દેવદત્ત પડ્ડીકલે 51 રન, શિમરોન હેટમાયર 46 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે રાજસ્થાનની ટીમે મેચ જીતવામાં સફળતા મેળવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article