IPL 2023: રોહિતની કેપ્ટનશીપમાં ફરી ચેમ્પિયન બનશે મુંબઈ? જાણો આ ટીમની તાકાત અને નબળાઈ

|

Mar 27, 2023 | 9:33 PM

આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023: રોહિતની કેપ્ટનશીપમાં ફરી ચેમ્પિયન બનશે મુંબઈ? જાણો આ ટીમની તાકાત અને નબળાઈ
IPL 2023

Follow us on

IPL 2023ની શરુઆતને ગણતરીના દિવસો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને TV પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

IPL 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

 

2008થી આઈપીએલ રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વાર પ્લેઓફમાં પહોંચી છે. વર્ષ 2010માં આ ટીમ રનર અપ રહી હતી. જ્યારે વર્ષ 2013,2015, 2017, 2019 અને 2020માં એમ પાંચ વાર ચેમ્પિયન બની હતી. આઈપીએલની 231 મેચમાંથી આ ટીમે 131 મેચમાં જીત અને 100 મેચમાં હારનો સામનો કર્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ ટીમ છઠ્ઠીવાર ચેમ્પિયન બનવા ઉતરશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ –  રોહિત શર્મા (કેપ્ટન), કેમેરોન ગ્રીન, ઈશાન કિશન, ટિમ ડેવિડ, સૂર્યકુમાર યાદવ, જોફ્રા આર્ચર, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, જેસન બેહરેનડોર્ફ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, રમનદીપ સિંહ, શમ્સ મુલાની, નેહલ વાધેરા, કુમાર કાર્તિકેય, હૃતિક શોકેન. , આકાશ મધવાલ , અરશદ ખાન , રાઘવ ગોયલ , ડુઆન યાનસન , ટ્રીસ્ટન સ્ટ્રબ્સ અને વિષ્ણુ વિનોદ.

મુંબઈ ઈન્ડિયન્સની તાકાત

આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી તાકાત તેની બેટિંગ હશે. ટીમ માટે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરશે. ત્યારપછી સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ્સ અને ડેવાલ્ડ બ્રુઈસ આવશે. આ બેટિંગ લાઈનપ કોઈપણ આક્રમણ બોલિંગને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સિવાય જોફ્રા આર્ચરના રૂપમાં ટીમ પાસે ફાસ્ટ બોલિંગનું સૌથી મોટું હથિયાર છે. આઈપીએલ 2023માં આ તેની સૌથી મોટી તાકાત સાબિત થઈ શકે છે. ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા હાર્ડ-હિટિંગ બેટ્સમેન પણ આ ટીમ પાસે છે.

મુંબઈ ઈન્ડિયન્સની નબળાઈ

આ ટીમ પાસે સ્પિનર બોલિંગ લાઈનઅપનો અભાવ છે. આ સિવાય ઈજાને કારણે બહાર થયેલા જસપ્રીત બુમરાહની ખોટ પણ આ ટીમને સહન કરવી પડશે. મોટા ખેલાડીઓના આઉટ થયા બાદ, ઘણીવાર આ ટીમ વેરવિખેર થઈ જતી હોય છે.

આ પાંચ નવા નિયમો લાગુ થશે

  1. પ્લેઈંગ ઈલેવનઃ સૌથી મોટો ફેરફાર પ્લેઈંગ ઈલેવનને લઈ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ટોસ પહેલા નહીં પરંતુ ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન દ્વારા એલાન કરવામાં આવશે. આ પહેલા ટોસ પહેલા જ અંતિમ ઈલેવનની યાદી સોંપવામાં આવતી હતી. હવે ટોસ બાદ કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન એલાન કરતી વખતે ટોસના પરિણામ આઘારે યાદી જાહેર કરી શકે છે. આ માટે અંતિમ ઈલેવનની બે યાદી કેપ્ટન પોતાની પાસે ટોસ સમયે રાખશે. આમ હવે ટોસ જીતવા સાથે ફાયદો લેવાની ટીમને હવે વધારે ફાયદો નહીં મળી શકે.
  2. ઈમ્પેક્ટ પ્લેયરઃ ટોસ સમયે ટીમનો સુકાની પોતાની અંતિમ ઈલેવનમાં 4 ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટના રુપમાં સામેલ કરી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં કરી શકાશે. જેને ઈનીંગની શરુઆત અથવા અંતમાં કરી શકાશે. આ સિવાય કોઈ વિકેટ ગુમાવવાની સ્થિતીમાં પણ આ સબ્સ્ટીટ્યૂટ કરી શકાશે. જોકે જે ખેલાડી એક વાર સબ્સીટ્યૂટ થઈને મેદાનથી બહાર થયો તેણે પૂરી મેચમાં બહાર રહેવુ પડશે. કોઈ પણ સંજોગોમાં બેટિંગ કુલ મળીને 11 ખેલાડીઓ જ કરી શકશે.
  3. DRS નો ઉપયોગ વધ્યો: હવે રિવ્યૂ માત્ર વિકેટ જ નહીં પરંતુ નો બોલ અને વાઈડ બોલ માટે પણ લેવામાં આવી શકે છે. WPL માં પ્રથમ વાર આ નિયમ લાગુ કર્યા બાદ હવે IPL માં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. BCCI નો હેતુ આમ કરવા પાછળ અંપાયરોની ભૂલને ઘટાડવા માટેનો છે.
  4. ઓવર પૂરી કરવા આગ્રહઃ બોલિંગ ટીમ દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં ઓવર પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આમ છતાં પણ ટીમ વધુ સમય લે છે અને નિર્ધારીત સમય પૂર્ણ થાય છે તો, બાકીની ઓવર્સ દરમિયાન 30 ગજના સર્કલની બહાર 4 ફિલ્ડરોને જ રાખી શકાશે.
  5. ફિલ્ડર-વિકેટકીપરની મૂવમેન્ટ પર નિયમઃ મેચ દરમિયાન ફિલ્ડર કે વિકેટકીપર બીનજરુરી રીતે મૂવમેન્ટ કરતા નજર આવશે તો, તે અયોગ્ય ગણીને તેના માટે બેટિંગ ટીમના ખાતામાં 5 રન ઈનામના રુપે ઉમેરવામાં આવશે. આ બોલને ડેડ બોલ પણ ગણવામાં આવશે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

 

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે.
મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

 

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

 


આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

Next Article