SRH vs RR Result : રાજસ્થાન રોયલ્સની વિજયી શરુઆત, યુઝવેન્દ્ર ચહલની 4 વિકેટ

|

Apr 02, 2023 | 7:30 PM

Sunrisers Hyderabad vs Rajasthan Royals Match Result : હૈદરાબાદના રાજીવ ગાંધીની સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.બટલર-જયસ્વાલ-સૈમસનની ફિફટીને કારણે રાજસ્થાને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

SRH vs RR Result : રાજસ્થાન રોયલ્સની વિજયી શરુઆત, યુઝવેન્દ્ર ચહલની 4 વિકેટ
IPL 2023 Sunrisers Hyderabad vs Rajasthan Royals Match Result

Follow us on

આઈપીએલની 16મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ છે. આજે સિઝનની બીજી ડબલ હેડર છે, જેમાં આજે પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધીની સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.બટલર-જયસ્વાલ-સૈમસનની ફિફટીને કારણે રાજસ્થાને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવર બાદ હૈદરાબાદ 8 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે 72 રનથી જીત મેળવી હતી.

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે 54 રન, યશસ્વી જયસ્વાલે 54 રન, સંજુ સેમસને 55 રન , દેવદત્ત પડિકલે 2 રન, રિયાન પરાગે 7 રન  અને હેટમાયરે 22 રન અને રવિચંદ્રન અશ્વિન 1 બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સે 21 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી.

55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ

બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી હતી. હોલ્ડર અને અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી ફારુકીએ 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. નટરાજને 3 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 3 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફતી મયંક અગ્રવાલે 27 રન, અભિષેક શર્માએ 0 રન , રાહુલ ત્રિપાઠીએ 0 રન, હેરી બ્રુકે 13 રન, વોશિંગ્ટન સુંદરે 1 રન, ગ્લેન ફિલિપ્સે 8 રન, આદિલ રશીદે 18 રન, ભુવનેશ્વર કુમારે 6 રન , ઉમરાન મલિકે 0 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 8 ચોગ્ગા અને 5 સિક્સર જોવા મળી હતી.

મેચની મોટી વાતો

  • મેચની શરુઆત પહેલા સલીમ દુરાનીના નિધન પર થોડા સમય માટે મૌન ધારણ કરવામાં આવ્યું હતું.
  • પાવર પ્લેની 6 ઓવરમાં રાજસ્થાનનો હમણા સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર આજે બન્યો હતો.
  • આજે હૈદરાબાદ સામે પ્રથમ  6 ઓવરમાં ફટકારેલા 85 રન આઈપીએલ ઈતિહાસનો છઠ્ઠો પાવર પ્લેનો હાઈએસ્ટ સ્કોર હતો.
  • રાજસ્થાનના ત્રણ બેટરે ફિફટી ફટકારી હતી. આઈપીએલમાં ચોથી વાર આવી ઘટના બની છે, જ્યારે પહેલાના 3 બેટરે ફિફટી ફટકારી હોય.
  • બટલરે 22 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 3 સિક્સરનો સમાવેશ થાય છે.
  • યશસ્વી જયસ્વાલે 37 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
  • કેપ્ટન સૈમસને 32 બોલમાં 55 રન ફટકાર્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 4 સિક્સર ફટકાર્યા હતા.
  • સૈમસને આજે હૈદરાબાદ સામે 541 રન પૂરા કર્યા હતા.
  • બીજી ઈનિંગની પ્રથમ ઓવરમાં જ હૈદરાબાદની 0 રન પર 2 વિકેટ પડી હતી.
  • બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી ફારુકીના સ્થાને અબ્દુલ સમદને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવવામાં આવ્યો હતો.
  • બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલના સ્થાને નવદીપ સૈનીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવવામાં આવ્યો હતો.

મેચની કેટલીક યાદગાર ક્ષણો

 

 

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

 


રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન – જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (C)(WK), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ – ધ્રુવ જુરેલ, સંદીપ શર્મા, મુરુગન અશ્વિન, નવદીપ સૈની, ડોનોવન ફરેરા.

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન – મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ (WK), ઉમરાન મલિક, આદિલ રશીદ, ભુવનેશ્વર કુમાર (C), ટી નટરાજન, ફઝલહક ફારૂકી.

ઈમ્પેક્ટ પ્લેયર્સ – અબ્દુલ સમદ, વિવંત શર્મા, મયંક ડાગર, ઉપેન્દ્ર યાદવ, મયંક માર્કંડે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. 59 દિવસમાં  કુલ 18 ડબલ હેડર મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

10 ટીમના  243 ખેલાડીઓ

 


આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

તમામ મેચ 12 શહેરમાં રમાશે

ટૂર્નામેન્ટની 74 મેચ 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. IPL ટીમોનાં 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચો રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું અને ધર્મશાલાનું સ્ટેડિયમ પંજાબનું હોમ ગ્રાઉન્ડ રહેશે. IPL ટીમનાં 10 શહેરો મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકાતા હશે.

Published On - 7:22 pm, Sun, 2 April 23

Next Article