RCBની હાર બાદ શુભમન ગિલની બહેન સાથે સોશિયલ મીડિયા પર થયું ખરાબ વ્યવહાર, કોહલીના ફેન્સ એ કરી બબાલ

|

May 22, 2023 | 6:14 PM

Shubman Gill's sister Shahneel Gill: માત્ર 23 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી રહ્યો છે. ગઈકાલે બેંગ્લોર સામે ગિલની સેન્ચુરીને કારણે વિરાટ કોહલીનું ટાઈટ જીતવાનું સ્વપ્ન ફરી તૂટ્યું હતું. જેના કારણે ફેન્સ દ્વારા તેના પરિવાર સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

RCBની હાર બાદ શુભમન ગિલની બહેન સાથે સોશિયલ મીડિયા પર થયું ખરાબ વ્યવહાર, કોહલીના ફેન્સ એ કરી બબાલ
Shubman gill

Follow us on

આઈપીએલ 2023ની અંતિમ લીગ મેચમાં રોંમાચક દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી એ આ મેચમાં સેન્ચુરી ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં આવી ઘટના બીજીવાર બની છે, જ્યારે 2 ટીમોના ખેલાડીઓએ એક મેચમાં સેન્ચુરી ફટકારી હોય. શુભમન ગિલે બીજી ઈનિંગમાં સિક્સર ફટકારીને પોતાની સેન્ચુરી અને ગુજરાતની જીત નક્કી કરી લીધી હતી.

શુભમન ગિલે 104 રન બનાવીને સતત બીજી સેન્ચુરી નોંધાવી હતી. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર શુભમન ગિલની બહેન શહનીલ ગિલ પર બેંગ્લોરની ટીમના ફેન્સે ભડાસ કાઢી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા શહનીલ ગિલ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. શહનીલ ગિલની એક પોસ્ટના કોમેન્ટ બોક્સમાં ફેન્સ એ પોતાનું ગુસ્સો કાઢ્યો હતો. ગિલના ફેન્સ અને વિરાટ કોહલીના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા હતા.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

શુભમન ગિલની બહેન સાથે ખરાબ વર્તન

 

 

પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ

  • 23 મે – ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ
  • 24 મે- લખનઉ સુપર જાયન્ટ્સ vs  મુંબઈ ઈન્ડિયન્સ

 

31 માર્ચથી શરુ થયેલી આઈપીએલની 16ની સિઝનની લીગ સ્ટેજની મેચો ગઈકાલે પૂરી થઈ છે. છેલ્લા 51 દિવસમાં દેશના 12 વેન્યૂ પર કુલ 70થી વધારે મેચો રમાઈ હતી. આ 70 મેચમાં ઘણી રોમાંચક ક્ષણો જોવા મળી હતી. બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની અંતિમ મેચની સાથે જ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 69મી મેચમાં હૈદરાબાદ સામે જીત મેળવીને મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી હતી.

70મી મેચમાં ગુજરાત સામે બેંગ્લોરની ટીમે પ્લેઓફમાં પહોંચવા મેચ જીતવી જરુરી હતી.ગુજરાત સામે હાર થતા બેંગ્લોરની ટીમ પ્લેેઓફની રેસમાંથી બહાર થઈ છે. અને પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બની છે. હવે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે કવોલિફાયર 1 અને લખનઉ અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો