
IPL 2023 ના શેડ્યૂલને BCCI એ શુક્રવારે જારી કરી દીધુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી સિઝનની ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ રમાનારી છે. 31 માર્ચે શરુ થનારી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. હાર્દિક અને પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ સિઝનની શરુઆતે જ એકબીજા સાથે ટકરાઈને અભિયાનની શરુ કરશે. ટૂર્નામેન્ટમાં તમામ 10 ટીમોને 2 જુદા જુદા ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. બંને ગ્રુપમાં પાંચ-પાંચ ટીમો રહેશે.
ગ્રુપ A માં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્લી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. લીગ સ્ટેજમાં કુલ 14-14 મેચો રમશે. ત્યાર બાદ 3 પ્લેઓફ મેચ અને બાદમાં ફાઈનલ મેચ રમાશે. આગામી સિઝનમાં કુલ 70 લીગ મેચ રમાશે. ત્યાર બાજ 3 પ્લેઓફ અને અંતમાં ફાઈનલ મેચ રમાશે. આમ આખીય ટૂર્નામેન્ટમાં કુલ 74 મેચ રમાશે. આ દરમિયાન 18 દિવસ ડબલ હેડર રહેશે, જેમાં એક જ દિવસમાં બે મેચો રમાશે. જ્યારે ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે.
ફાફ ડુ પ્લેસીસની કેપ્ટનશિપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પોતાની પ્રથમ મેચ 2 એપ્રિલે બેંગ્લુરુમાં રમશે. આરસીબીની પ્રથમ મેચ રોહિત શર્માની કેપ્ટનશિપ ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ સામે રમનારી છે.
’ :
The moment we’ve all been waiting for. The summer of ’23 is officially a go! #PlayBold #WeAreChallengers #IPL2023 pic.twitter.com/QOGEusHIYK
— Royal Challengers Bangalore (@RCBTweets) February 17, 2023
હૈદરાબાદની ટીમ પોતાના અભિયાનની શરુઆત ટૂર્નામેન્ટમાં 2 એપ્રિલે શરુ કરનાર છે. પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે હૈદરાબાદમાં રમાશે.
4️⃣4️⃣ days before we’re #BackInUppal #OrangeArmy, block your dates and get ready to back your #Risers in the #TataIPL2023 pic.twitter.com/HFABNikrCi
— SunRisers Hyderabad (@SunRisers) February 17, 2023
આઈપીએલમાં સૌથી વધુ પાંચ વાર ટાઈટલ વિજેતા ટીમ પોતાની સફર સિઝનમાં 2 એપ્રિલથી શરુ કરશે. પોતાની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. જે મેચ બેંગ્લુરુમાં રમાશે.
काय पलटन? होऊन जाऊ दे मग?
Which game are you looking forward to in our #TATAIPL 2023 campaign?#OneFamily #DilKholKe #MumbaiIndians #IPL2023 pic.twitter.com/oPxi95rNCf
— Mumbai Indians (@mipaltan) February 17, 2023
દિલ્લી કેપિટલ્સ સામે પ્રથમ મેચમાં ઉતરીને લખનૌની ટીમ પોતાના અભિયાનની શરુઆત કરશે. લખનૌની ટીમનુ સુકાન કેએલ રાહુલના હાથમાં છે. ટીમ પોતાના હોમગ્રાઉન્ડ લખનૌમાં જ પ્રથમ મેચ રમશે.
ℍ
Super Fam, #IPL2023 में भौकाल मचाने की #AbApniBaariHai #IPLSchedule | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/xBXNBqZCBV
— Lucknow Super Giants (@LucknowIPL) February 17, 2023
વર્તમાન ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ ટાઈટલ બચાવવા માટે મેદાને ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ અમદાવાદમાં સિઝનની ઓપનીંગ મેચમાં ચેન્નાઈ સામે મેદાને ઉતરશે.
Mark your calendars, #TitansFAM! We’re coming to defend the #TATAIPL2023
Which fixture are you looking forward to the most? #AavaDe pic.twitter.com/8rG760nRHW
— Gujarat Titans (@gujarat_titans) February 17, 2023
મોહાલીમાં પોતાના ઘર આંગણે જ પંજાબ કિંગ્સ પ્રથમ મેચ રમીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરુઆત કરશે. 1 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમ મેદાને ઉતરશે.
#SherSquad, we are back in Mohali where we belong!
We’re also happy to announce that we’ll be playing our last 2️⃣ games in Dharamsala. We know we have your support everywhere!#PunjabKings #SaddaPunjab #IPL pic.twitter.com/P6olnS2PF3
— Punjab Kings (@PunjabKingsIPL) February 17, 2023
1 એપ્રિલે દિલ્લી કેપિટલ્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે મેદાને ઉતરશે. આ મેચ લખનૌમાં રમાનારી છે.
Our #IPL2023 Playlist, curated for all our DC fans
Which game are you looking forward to the most? #YehHaiNayiDilli #IPL2023Schedule pic.twitter.com/iK1Sa5uMC3
— Delhi Capitals (@DelhiCapitals) February 17, 2023
ગત સિઝનમાં રનર્સ અપ રહેનારી ટીમ રાજસ્થાન રોયલ્સ આગામી સિઝનમાં પોતાનુ અભિયાન 2 એપ્રિલે શરુ કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમશે.
Home again, after 4 long years! #HallaBol pic.twitter.com/cRPX1hiBNh
— Rajasthan Royals (@rajasthanroyals) February 17, 2023
1 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પંજાબ કિંગ્સ સામે મોહાલીમાં સિઝનની પ્રથમ મેચ રમશે. કેકેઆર ટીમનુ સુકાન શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે.
!
The wait is over, the dates are here! #AmiKKR #IPL2023 pic.twitter.com/jduMSOCQOM
— KolkataKnightRiders (@KKRiders) February 17, 2023
Published On - 11:51 pm, Fri, 17 February 23