CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

|

May 29, 2023 | 10:41 PM

Sadhguru's Favourite IPL Team: સોમવારે રિઝર્વ ડે પર IPL Final મેચ રમાઈ રહી છે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આ ટક્કર થઈ રહી છે. સદગુરુએ મજાક મજાકમાં એક જૂનો કિસ્સો યાદ કર્યો હતો.

CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video
Sadhguru's Favourite IPL Team

Follow us on

IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત જ નહીં પરંતુ દુનિયા ભરના ચાહકો IPL ટૂર્નામેન્ટની પૂરી મજા ઉઠાવતા હોય છે. વિશ્વની સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ક્રિકેટ લીગના ચેમ્પિયન સોમવારે રાત્રે સામે આવશે. રવિવારે રમનારી ફાઈનલ મેચની ટક્કર હવે સોમવારે રિઝર્વ ડે પર થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કરને ચાહકો પૂરો રોમાંચ માણી રહ્યા છે. સદગુરુ પણ ક્રિકેટના ચાહકોથી અલગ નથી. તેઓને પણ ક્રિકેટ પ્રત્યે પ્રેમ છે અને હવે ફાઈનલ મેચના દિવસે તેમનો જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓએ પોતાની પસંદગીની ટીમના સંદર્ભમાં વાત કરી છે.

સદગુરુ આ વિડીયોમાં યલો જર્સીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરી રહ્યા છે, એટલે કે ધોનીની આગેવાની ધરાવતી ટીમની વાત કરી રહ્યા છે. સદગુરુ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટર ક્રિસ ગેઈલ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેઓ આઈપીએલમાં પોતાની પસંદને લઈ વાત કરી હતી. સદગુરુને કેરેબિયન તોફાની ક્રિકેટર ગેઈલે પુછ્યુ હતુ કે, આપની પસંદગીની ટીમ કઈ છે? જેની પર સદગુરુએ કહ્યુ હતુ કે, ચોક્કસ, આ ચેન્નાઈની ટીમ છે. મજાક મજાકમાં ગેઈલ આ જવાબ સામે ખોટુ લગાડતો જોઈ શકાય છે. કારણ કે ગેઈલ RCB નો હિસ્સો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ચેન્નાઈ સિવાય અન્ય ટીમને આશિર્વાદ નહીં

સદગુરુએ વિસ્ફોટ ક્રિકેટર સાથે વાતચીત કરવા દરમિયાન પોતે ધોનીની આગેવાની ધરાવતા ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલા મોટા ફેન છે એ બતાવી દીધુ છે. આ દરમિયાન સદગુરુએ એક ઘટનાને યાદ કરતા ગેઈલને બતાવ્યુ હતુ કે, અંતિમ વાર ફાઈનલ સમયે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી તેમને કોલ આવ્યો હતો. ત્યારે તેઓએ કોલકાતા ટીમ વાળાઓને કહ્યુ હતુ કે, સદગુરુ, આપે અમારી ટીમને આશિર્વાદ આપવા જોઈએ.

 

 

જેનો જવાબ આપવા દરમિયાન સદગુરુને ખ્યાલ આવ્યો કે કોલકાતા ની ટીમ સામે IPL Fianl માં ચેન્નાઈ સુપર કિંગ્સ છે. તો તેઓએ કોલકાતાની ટીમને બતાવ્યુ હતુ કે, જુઓ આ એક ચીજ હું નથી કરી શકતો. સદગુરુના આ જવાબ પર ગેઈલ હસી પડ્યો હતો અને સદગુરુ પણ.

 

 

ધોની માટે કહી મોટી વાત

સદગુરુએ વિડીયોના અંતમાં ક્રિસ ગેઈલને ધોનીને લઈને પણ વાત કરી હતી. ધોનીથી જ ફરક પડ્યો હોવાનુ બતાવ્યુ હતુ. વિડીયોના અંતમાં ગેઈલ પણ એ માનવા માટે સહમત રહ્યો હતો કે, ટૂર્નામેન્ટમાં નંબર-1 ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે.

 

 

 

 

 

 

આ સિઝનમાં પણ સદગુરુ ચેન્નાઈ સુપર કિંગ્સના સમર્થનમાં જોવા મળ્યા હતા. ચેન્નાઈ ઉપરાંત સદગુરુએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરેને પણ સમર્થન કર્યુ હતુ.

 

આ પણ વાંચોઃ  IPL 2023 Final: કોણ બનશે ચેમ્પિયન? હાર્દિક પંડ્યા કે ધોની કોનુ પલડુ ભારે, પાકિસ્તાનથી આવી ભવિષ્યવાણી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:28 pm, Mon, 29 May 23

Next Article