IPL 2023 ની 19 મેચ રમાઈ ચુકી છે. પોઈન્ટ્સ ટેબલ પર ટીમોનો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અત્યાર સુધીમાં ગણા ખેલાડીઓએ એક યા બીજા કારણો સર દંડાવુ પડ્યુ છે. હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, અશ્વિન સહિતના પાંચ ખેલાડીઓએ લાખ્ખો રુપિયાનો દંડ ભોગવવો પડ્યો છે. આ ખેલાડીઓએ આઈપીએલના 3 અલગ અલગ નિયમોને લઈ દંડાવવુ પડ્યુ છે. ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનને 12-12 લાખ રુપિયાનો દંડ અત્યાર સુધી થઈ ચુક્યો છે.
સુકાની જ નહીં પરંતુ સિઝનમાં ખેલાડીઓને પણ તેમના વ્યવહાર અને વર્તનને લઈ દંડ ફટકારવામાં આવ્યા છે. જેમાં અવેશ ખાન અને રવિચંદ્રન અશ્વિન આ નિયમ હેઠળ દંડનો ભોગ બન્યા છે. અહીં જાણીશું ઈન્ડિયન પ્રીમિયર લીગના ત્રણ નિયમોને લઈ પાંચ ખેલાડીઓએ દંડાવવુ પડ્યુ છે.
ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનુક્રમે હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન અને ફાફ ડુ પ્લેસિને સ્લો ઓવર રેટને લઈ દંડનો ભોગ બનવુ પડ્યુ છે. આ ત્રણેય સુકાનીઓએ પોતની બોલિંગ નિર્ધારીત સમયમાં પૂરી કરી શક્યા નહોતા. જેને લઈ તેઓએ 12-12 લાખ રુપિયાનો દંડ લાગ્યો હતો.
નિયમ મુજબ જ્યારે કોઈ ટીમ પ્રથમ વાર સ્લો ઓવર રેટથી દંડનો ભોગ બને છે, ત્યારે તે દંડ ટીમના કેપ્ટન પર લાગે છે. પરંતુ જ્યારે બીજી વાર સ્લો ઓવર રેટ કોઈ ટીમ કરે છે, તો આ વખતે દંડ ટીમ પર લાગે છે. એટલે કે પૂરી ટીમ પર દંડ લાગતો હોય છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી અવેશ ખાન નિયમ 2.2 મુજબ દોષીત ઠેરવાયો હતો. તેની સામે આઈપીએલ દ્વારા દંડ ફટકારાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેણે જીત મેળવતા જ જોશમાં આવીને હેલમેટ મેદાન પર પછાડ્યુ હતુ. જેને લઈ નિયમાનુસાર ક્રિકેટ અને ગ્રાઉન્ડના ઉપકરણોનો ખોટો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારાયો હતો.
અશ્વિને અંપાયર સામે સવાલ કરી દીધા હતા. તેણે મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, અંપાયરે બોલિંગ ટીમને પૂછ્યા વિના જ જરુર વિના બોલ બદલી દીધો હતો. આમ અંપાયરના નિર્ણય સામે તેણે નારાજગી વ્યક્ત કરી હતી. અશ્વિન સામે નિયમ 2.7 નો દોષીત જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી. તેને મેત ફીના 25 ટકા રકમનો દંડ કરાયો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 12:24 am, Sat, 15 April 23