
આઈપીએલ 2023ની 70મી અને અંંતિમ મેચ આજે બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની આ મેચ વરસાદને કારણે 8.25 કલાકે શરુ થઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.20 ઓવરના અંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 197 રન બનાવ્યા હતા. આજની મેચમાં દિનેશ કાર્તિકે એક શર્માનાક રેકોર્ડ ફરી પોતાના નામે કર્યો છે.
ઓપનિંગ માટે આવેલા વિરાટ કોહલીએ આજે 61 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. તેણે આજે 165.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસીએ આજે 28 રન, મેક્સવેલે 11 રન, લેમરોરે 1 રન, બ્રેસવેલે 26 રન, દિનેશ કાર્તિકે 0 રન, અનુજ રાવતે 23 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 3 સિક્સર અને 25 ચોગ્ગા ફટકાર્યા હતા.ગુજરાત ટાઈટન્સ તરફથી નૂર અહેમદે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાશિદ ખાન, યશ દયાલ અને શમીએ 1-1 વિકેટ લીધી હતી.
દિનેશ કાર્તિક પોતાના કરિયરની 386 મેચમાં 25 વાર ડક આઉટ થયો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 27 ડક સાથે પહેલા ક્રમે છે. આઈપીએલની વાત કરીએ તો હમણા સુધી આ લિસ્ટમાં પણ રોહિત શર્મા આ લિસ્ટમાં પહેરા ક્રમે હતો. આ યશ દયાલની ઓવરમાં આઉટ થઈને તે 17મી વાર ડક થયો છે.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to field first against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/OQXDTMiSpI #TATAIPL | #RCBvGT pic.twitter.com/p9xJlXXElz
— IndianPremierLeague (@IPL) May 21, 2023
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા ( વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી, યશ દયાલ
ગુજરાત ટાઇટન્સ સબ્સ: વિજય શંકર, કેએસ ભરત, શિવમ માવી, સાંઇ કિશોર, અભિનવ મનોહર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, અનુજ રાવત, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક
રોયલ ચેલેન્જર્સ બેંગલોર સબ્સ: હિમાંશુ શર્મા, એસ પ્રભુદેસાઈ, ફિન એલન, સોનુ યાદવ, આકાશ દીપ
IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો