RCB in Green Jersey, IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન સામે ગ્રીન જર્સી કેમ પહેરશે? જાણો

|

Apr 23, 2023 | 1:37 PM

RCB wear Green Jersey vs Rajasthan Royals: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્રીન જર્સીમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં માત્ર 3માં જ જીત થઈ છે. મતલબ કે તેને 8માં હારનો સામનો કરવો પડ્યો છે.

RCB in Green Jersey, IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન સામે ગ્રીન જર્સી કેમ પહેરશે? જાણો

Follow us on

IPL 2023ની 32મી મેચમાં જ્યારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને થશે, ત્યારે જે દ્રશ્ય જોવા મળશે તે થોડું બદલાઈ જશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સીનો રંગ બદલાઈ ગયો હશે. RCB  જે સામાન્ય રીતે લાલ અને કાળા મિશ્રણની જર્સી પહેરે છે, તે આ મેચમાં લીલી જર્સી પહેરીને જોવા મળશે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

 

આ પણ વાંચો : Arshdeep Singh, IPL 2023: સ્ટંપ તોડવાને લઈ અર્શદીપ સિંહ સામે થઈ શકે કાર્યવાહી? પંજાબ કિંગ્સને મુંબઈ પોલીસે આપ્યો જવાબ

હવે સવાલ એ છે કે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ગ્રીન જર્સી કેમ પહેરશે? તો જવાબ છે તે અભિયાન, જેને તે વર્ષોથી સમર્થન આપી રહી છે. RCB ગ્રીન જર્સી પહેરીને Go Green અભિયાનને સમર્થન આપે છે. તેના દ્વારા તે રોપા વાવીને હરિયાળીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપે છે.

IPL 2011 થી ગ્રીન જર્સી પહેરી રહી છે ટીમ

IPL 2011 પછી લગભગ દરેક સિઝનમાં RCB ગ્રીન જર્સીમાં જોવા મળે છે. આ વખતે ખાસ વાત એ છે કે 2019 પછી તે પહેલીવાર તેના રિયલ હોમ ગ્રાઉન્ડ એટલે કે બેંગલુરુમાં ગ્રીન જર્સી પહેરીને મેચ રમતી જોવા મળશે. આ જર્સી રિસાયકલ મટિરિયલથી બનેલી છે, જે તે બપોરની મેચોમાં પહેરશે.

 

 

IPL 2021માં બ્લુ જર્સીમાં ટીમ જોવા મળી

વર્ષ 2021ની શરૂઆતમાં, RCBએ પણ વાદળી રંગની જર્સી પહેરી હતી, જ્યાં તેનો ઉદ્દેશ્ય તમામ કોરોના વોરિયર્સને પોતાનું સમર્થન આપવાનો હતો, તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.

ગ્રીન જર્સીમાં RCBનું રિપોર્ટ કાર્ડ

રાજસ્થાન રોયલ્સ સામે ગ્રીન જર્સીમાં રમવાનો આરસીબીનો હેતુ તમે જાણો છો. હવે માત્ર આ જર્સીમાં તેણે રમેલી મેચોના રિપોર્ટ કાર્ડ જાણી લો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્રીન જર્સીમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં માત્ર 3માં જ જીત થઈ છે. મતલબ કે તેને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, 1 મેચ રદ કરવામાં આવી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

 

Next Article