IPL 2023 : સંજુ સેમસન-જોશ બટલરની જોડી રાજસ્થાને બનાવી શકશે ચેમ્પિયન ? જુઓ રાજસ્થાન રોયલ્સની તાકાત અને નબળાઈ

|

Mar 21, 2023 | 6:45 PM

આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ  રાજસ્થાન રોયલ્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023 : સંજુ સેમસન-જોશ બટલરની જોડી રાજસ્થાને બનાવી શકશે ચેમ્પિયન ? જુઓ રાજસ્થાન રોયલ્સની તાકાત અને નબળાઈ
Rajasthan Royals strength and weakness

Follow us on

IPL 2023ની શરુઆતને ગણતરીના દિવસો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમોના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ  રાજસ્થાન રોયલ્સની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને TV પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

IPL 2023 માટે રાજસ્થાન રોયલ્સની ટીમ

 

વર્ષ 2008માં પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનનારી ટીમ રાજસ્થાન રોયલ્સ વર્ષ 2016 અને 2017માં ટુર્નામેન્ટમાંથી સસ્પેન્ડ થઈ હતી. આ ટીમ વર્ષ 2013, 2015 અને 2018માં પ્લેઓફમાં પહોંચી હતી. જ્યારે વર્ષ 2022માં આ ટીમ રનર અપ રહી હતી. હમણા સુધીની 182 મેચમાં આ ટીમને 88 મેચમાં જીત અને 89 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

IPL 2023 માટે રાજસ્થાન રોયલ્સની ટીમ – સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, જો રૂટ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, ટ્રેન્ટ બોલ્ટ, જેસન હોલ્ડર, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કેરીઅપ્પા , ડોનોવન ફરેરા, કુણાલ રાઠોર, એડમ ઝમ્પા, મુરુગન અશ્વિન, આકાશ વશિષ્ઠ, અબ્દુલ પીએ, ધ્રુવ જુરેલ, કેએમ આસિફ

રાજસ્થાન રોયલ્સની તાકાત

રાજસ્થાન રોયલ્સની ટીમનો બેટિંગ ઓર્ડર  ખૂબ જ શાનદાર છે. આ ટીમ પાસે અનુભવ અને યુવા ઊર્જાનું સારું મિશ્રણ છે. તેમાં જોસ બટલર, સંજુ સેમસન અને શિમરોન હેટમાયર જેવા અનુભવી ખેલાડીઓ તથા યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ અને રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓ છે. જેસન હોલ્ડર અને જો રુટ પણ એક વિકલ્પ તરીકે હાજર છે. બેટ્સમેનોને આ ટીમ માટે મોટો સ્કોર બનાવી શકે છે.

રાજસ્થાન રોયલ્સની નબળાઈ

રાજસ્થાન રોયલ્સની ટીમ ગત સિઝનમાં ફાઇનલમાં પ્રવેશી હતી, જેમાં તેમની ઝડપી બોલર જોડી પ્રખ્યાત કૃષ્ણા અને ટ્રેન્ટ બોલ્ટની વચ્ચે ખાસ તાલમેલ હતો, આ વખતે ટ્રેન્ટ બોલ્ટ છે, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણા આ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ યુવા ભારતીય બોલરનું બહાર થવું એ રાજસ્થાન રોયલ્સ માટે એક ઝટકો છે. બોલિંગમાં અનુભવના નામે આ ટીમ પાસે હવે એટલા બધા વિકલ્પો નથી. કુલદીપ સેન અને નવદીપ સૈની ચોક્કસપણે છે, પરંતુ તેઓ હજુ ઘણા યુવા છે, તેથી રાજસ્થાન રોયલ્સ માટે પ્રખ્યાત ક્રિષ્નાની બહાર નીકળવું ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

 

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે.
મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

 

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના 243 ખેલાડીઓ

 

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

Published On - 6:45 pm, Tue, 21 March 23

Next Article