IPL 2023, Qualifier 1: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ચેપોકમાં ફાઈનલ માટેની ટક્કર થશે, જીત મેળવનારી ટીમ સીધી અમદાવાદ પહોંચશે!

GT vs CSK: ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ હતી, શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ છે હવે મંગળવારે ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ટક્કર જામશે.

IPL 2023, Qualifier 1: ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ચેપોકમાં ફાઈનલ માટેની ટક્કર થશે, જીત મેળવનારી ટીમ સીધી અમદાવાદ પહોંચશે!
IPL 2023 Qualifier 1 માં ચેન્નાઈ અને ગુજરાત આમને સામને
| Edited By: | Updated on: May 21, 2023 | 8:06 AM

IPL 2023 માં લીગ તબક્કાનો આજે રવિવારે આખરી દિવસ છે. સાંજે બેંગ્લુરુમાં સિઝનની અંતિમ લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં સૌથી પહેલા સ્થાન મેળવી લીધુ હતુ. રવિવારે હવે બેંગ્લોર સામે ગુજરાત ક્વોલીફાયર 1 મેચ પહેલા તૈયારી સમાન મેચ રમવા ઉતરશે. મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામે ક્વોલીફાયર 1 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થનારી છે. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ચેપોકમાં ટક્કર થનારી છે. ચેપોકમાં આ મેચનો માહોલ જબરદસ્ત બનશે.

ચેન્નાઈને હોમ ગ્રાઉન્ડનો માહોલ મળશે. ધોની અને યલો જર્સીના ચાહકોનો ઉત્સાહ જબરદસ્ત હશે. અહીં જીતનારી ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચશે. જ્યારે હારનારી ટીમ માટે વધુ એક મોકો ફાઈનલમાં પહોંચવા માટે રહેશે. ચેન્નાઈએ શનિવારે દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ.

પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમો વચ્ચે ક્વોલિફાયર 1

હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પોઈન્ટ ટેબલમાં નંબર વન પોઝિશન પર દાવો કરી ચૂકી છે. તે 13 મેચ રમીને 18 પોઈન્ટ ધરાવે છે. હજુ અંતિમ મેચ રવિવાર રમશે. શનિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીને હરાવીને, ચેન્નાઈએ IPL 2023 ના પ્લેઓફમાં પહોંચવા સાથે પોઈન્ટ ટેબલમાં નંબર બે નંબરના સ્થાનને પણ જાળવી રાખ્યુ છે. ગ્રુપ સ્ટેજની 14 મેચો પૂરી થયા બાદ ચેન્નાઈના કુલ 17 પોઈન્ટ થયા હતા. CSK ને પોઈન્ટ ટેબલમાં નંબર બે સ્થાન મળવા પાછળ તેના રન રેટની મોટી ભૂમિકા હતી.

 

IPL પ્લેઓફમાં ટોચના 2 સ્થાનો પર રહેવાથી ટીમોને સૌથી મોટો ફાયદો એ છે કે તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે. પ્રથમ તક તેમના માટે ક્વોલિફાયર 1 છે. જ્યારે, બીજી તક ક્વોલિફાયર 2 બની જાય છે. ક્વોલિફાયર 1 માં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં એન્ટ્રી મેળવે છે. જ્યારે હારનારી ટીમ ક્વોલિફાયર 2 માં રમે છે. જ્યાં એલિમિનેટરની વિજેતા ટીમ સાથે તેની ટક્કર થાય છે. આમ ગુજરાત અને ચેન્નાઈ બંનેમાંથી એક મંગળવારે ફાઈનલમાં એન્ટ્રી મેળવશે.

 

આ પણ વાંચોઃ  IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:04 am, Sun, 21 May 23