PBKS vs DC: IPL 2023માં આ ભારતીય બેટ્સમેનની એક અનોખા રેકોર્ડ પર નજર

|

May 17, 2023 | 5:43 PM

અત્યારે આઈપીએલ-2023ની સીઝન ચાલી રહી છે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજની 63 મેચ રમાઇ ગઇ છે. આજે બુધવારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 2023ની 64 મી મેચ રમાશે. પંજાબના કેપ્ટન શિખર ધવને આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ફોર ફટકારી છે. નજર કરીએ ટોપ 5 બેટ્સમેન પર જેમણે આઇપીએલમાં સૌથી વધુ ફોર ફટકારી છે.

PBKS vs DC: IPL 2023માં આ ભારતીય બેટ્સમેનની એક અનોખા રેકોર્ડ પર નજર
Shikhar Dhawan chance to hit 150 sixes in IPL

Follow us on

આઇપીએલ 2023માં આજે 64મી ગ્રુપ સ્ટેજ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન અને દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નર વચ્ચે આ મુકાબલો હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. ધર્મશાલા પંજાબનું આઇપીએલમાં હોમ ગ્રાઉન્ડ છે. પંજાબ કિંગ્સ છેલ્લી 5 મેચમાંથી 3 મેચ હારી છે તો 2 મેચ જીતી છે. વાત કરીએ દિલ્હી કેપિટલ્સની તો તે પણ છેલ્લી 5 મેચમાંથી ત્રણ મેચ હારી છે અને 2 મેચ જીતી છે. દિલ્હીની ટીમ પ્લેઓફ રેસમાંથી બહાર થઇ ગઇ છે. પંજાબની ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની હજુ પણ તક છે.

શિખર ધવનના નામે સૌથી વધુ ફોરનો રેકોર્ડ

શિખર ધવને તેની આઇપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી રેકોર્ડ 748 ફોર ફટકારી છે. શિખર ધવને 215 મેચની 214 ઇનિંગમાં 748 ફોર ફટકારી છે. શિખર ધવન એક માત્ર ખેલાડી છે જેણે આઇપીએલમાં 700 થી વધુ ફોર ફટકારી છે. શિખર ધવન આજે દિલ્હી સામે બે ફોર ફટકારીને 750 નો આંકડો પ્રાપ્ત કરી શકે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આઇપીએલમાં સૌથી વધુ ફોર

  1. શિખર ધવન- 748
  2. ડેવિડ વોર્નર- 634
  3. વિરાટ કોહલી- 618
  4. રોહિત શર્મા- 544
  5. સુરેશ રૈના- 506

આઇપીએલમાં ધવનની 147 સિકસ

આઇપીએલમાં શિખર ધવને અત્યાર સુધી 147 સિક્સ ફટકારી છે. તે દિલ્હી સામે ત્રણ સિક્સ વધુ ફટકારીને 150 ના આંકડા પર પહોંચી જશે. અત્યાર સુધી 9 ભારતીય ક્રિકેટરોએ 150 થી વધુ સિક્સ ફટાકારી છે. તો આજની મેચમાં શિખર ધવન એક માત્ર બેટ્સમેન બની શકે છે જેણે આઇપીએલમાં 150 સિક્સ અને 750 ફોર ફટકારી હોય.

આઇપીએલમાં 150 સિક્સ ફટકારી હોય તે ભારતીય બેટ્સમેન

  1. રોહિત શર્મા- 255 સિક્સ
  2. એમએસ ધોની- 239
  3. વિરાટ કોહલી- 229
  4. સુરેશ રૈના- 203
  5. સંજુ સેમસન- 182
  6. રોબિન ઉથપ્પા- 182
  7. અંબાતી રાયડુ- 170
  8. કેએલ રાહુલ- 168
  9. યુસુફ પઠાન- 158

શિખર ધવને આઇપીએલમાં 60 ટકા રન બાઉન્ડ્રીથી કર્યા છે

શિખર ધવને આઇપીએલમાં 215 મેચમાં 35.67 ની એવરેજ અને 127.16 ની સ્ટ્રાઇક રેટ સાથે 6600 રન કર્યા છે. શિખર ધવને આઇપીએલમાં 2 સદી અને 50 અડધી સદી ફટકારી છે. ધવને બેટિંગમાં 748 ફોર તો 147 સિક્સ ફટકારી છે. આમ તેણે 3874 રન તો ફોર અને સિકસ થી જ કર્યા છે. જે લગભગ તેના રનના 60 ટકા જેટલા છે. શિખર ધવનની નજર દિલ્હી સામેની મેચમાં ફક્ત તેના રેકોર્ડ પર જ નહીં પણ એક યાદગાર ઇનિંગ રમીને પંજાબને પ્લેઓફમાં જીવંત રાખવા પર પણ હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article