IPL 2023 : જાણો પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ સૌથી આગળ છે

|

Apr 19, 2023 | 12:30 PM

IPL 2023માં ઓરેન્જ અને પર્પલ કેપ માટે ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ ચાલી રહ્યો છે. હાલમાં ઓરેન્જ કેપ ફાફ ડુ પ્લેસિસ પાસે છે અને પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલ પાસે છે.

IPL 2023 : જાણો પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ સૌથી આગળ છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવે છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આ માટે ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે. ક્યારેક મેચ દરમિયાન ઓરેન્જ અને પર્પલ કેપ એક ખેલાડી પછી બીજા ખેલાડીના માથા સુધી પહોંચી જાય છે.

ચાલો અમે તમને જણાવીએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં એવા ખેલાડીઓ કોણ છે જેઓ ઓરેન્જ અને પર્પલ કેપ્સ માટે ટક્કર આપી રહ્યા છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

 

ઓરેન્જ કેપ રેસ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ઓરેન્જ કેપ હાલમાં ફાફ ડુ પ્લેસિસ પાસે છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 259 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં ત્રણ અડધી સદી ફટકારી છે. IPL 2023માં તેનો વધુ સ્કોર અણનમ 79 રન છે. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સનો વેંકટેશ અય્યર તેને ઓરેન્જ કેપ માટે આકરો પડકાર આપી રહ્યો છે. અય્યર 234 રન બનાવીને બીજા નંબર પર છે. તેણે આ સિઝનમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે. આ બે સિવાય પંજાબ કિંગ્સના શિખર ધવને 233 રન, ગુજરાત ટાઇટન્સના શુભમન ગીલે 228 રન અને દિલ્હીના ડેવિડ વોર્નર 228 રન બનાવીને ઓરેન્જ કેપ માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે.

  • IPL 2023 Orange Cap
  • 259 રન – ફાફ ડુપ્લેસિસ
  • 234 રન – વેંકટેશ અય્યર
  • 233 રન – શિખર ધવન
  • 228 રન – ડેવિડ વોર્નર
  • 228 રન – શુભમન ગિલ

 

 

પર્પલ કેપ રેસ

IPL 2023માં પર્પલ કેપ હાલમાં યુઝવેન્દ્ર ચહલ પાસે છે. તેણે 16મી સિઝનમાં અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17 રનમાં ચાર વિકેટ હતી. પરંતુ ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાન અને લખનૌ સુપર જાયન્ટ્સના માર્ક વુડ તેને પર્પલ કેપ માટે સખત પડકાર આપી રહ્યા છે. આ બંને બોલરોએ IPLની 16મી સિઝનમાં 11-11 વિકેટ પણ લીધી છે. આ યાદીમાં ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી અને ચેન્નાઈ સુપર કિંગ્સના તુષાર દેશપાંડેનું નામ પણ સામેલ છે. આ બંને બોલરોએ અત્યાર સુધીમાં 10-10 વિકેટ ઝડપી છે.

 

  • IPL 2023 Purple Cap
  • 11 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
  • 11 વિકેટ – માર્ક વુડ
  • 11 વિકેટ – રાશિદ ખાન
  • 10 વિકેટ – મોહમ્મદ શમી
  • 10 વિકેટ – તુષાર દેશપાંડે

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Next Article