ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓને વિશેષ ઈનામો આપવામાં આવે છે. IPLની દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. IPL 2023માં ઘણા એવા ખેલાડીઓ છે. જેઓ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. ઓરેન્જ અને પર્પલ કેપ માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ચાલો તમને જણાવીએ કે IPL 2023માં એવા કોણ ખેલાડીઓ છે જે ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે.
હાલમાં ઓરેન્જ કેપ શિખર ધવનની પાસે છે. તેણે રવિવારે રમાયેલી મેચ બાદ કુલ 225 રનનો સ્કોર કર્યો છે. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ છે તેણે IPL અત્યાર સુધીમાં સૌથી વધુ 189 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. 16મી સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન હતો. ગાયકવાડ ઉપરાંત ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ 158 રન, જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 152 રન, કાયલ મેયર્સ લખનૌ સુપર જાયન્ટ્સ 139 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે. ઓરેન્જ કેપ માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
225 રન – શિખર ધવન
189 રન – ઋતુરાજ ગાયકવાડ
158 રન – ડેવિડ વોર્નર
152 રન – જોસ બટલર
139 રન – કાયલ મેયર્સ
બીજી તરફ, જો આપણે IPLની 16મી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર વિશે વાત કરીએ તો અહીં ગુજરાત ટાઇટન્સ સ્પિનર રાશિદ ખાનનો કબજો છે, જેણે 8 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડને સરખી વિકેટ મળી છે. ચહલે 3 અને વુડે 2 મેચ રમી છે. ચોથા નંબર પર 6 વિકેટ સાથે રવિ બિશ્નોઈ અને એટલી જ વિકેટ સાથે અલઝારી જોસેફ પાંચમા નંબરે છે.
8 વિકેટ – રાશિદ ખાન
8 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
8 વિકેટ – માર્ક વુડ
6 વિકેટ – રવિ બિશ્નોઈ
6 વિકેટ – અલઝારી જોસેફ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો
Published On - 12:29 pm, Mon, 10 April 23