
IPL 2023 ની 47મી મેચમાં, નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 રને જીત નોંધાવી હતી. આ સાથે KKRએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. કોલકાતાની આ જીતમાં રિંકુ સિંહની સાથે વરુણ ચક્રવર્તીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિંકુએ SRH સામે KKR માટે સૌથી વધુ 46 રન બનાવ્યા, જ્યારે ચક્રવર્તીએ 1 વિકેટ લીધી. આ બંને ખેલાડીઓને ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં ફાયદો થયો છે.
KKR vs SRH મેચ બાદ રિંકુ સિંહ 316 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં 7મા સ્થાને પહોંચી ગયો છે. રિંકુ સિંહ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે, તેણે 52.67ની સરેરાશ અને 148.36ની શાનદાર સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. રિંકુ સિવાય KKRનો બેટ્સમેન વેંકટેશ અય્યર 303 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં 10મા સ્થાને છે. જોકે તેનું બેટ છેલ્લી બે મેચથી શાંત છે. જ્યારે RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસી આ યાદીમાં ટોચ પર છે અને તેના સિવાય યશસ્વી જયસ્વાલ, ડેવોન કોનવે, વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ ટોપ-5માં છે.
આ પણ વાંચો : દોહામાં આજથી Diamond League શરૂ, જાણો તમે ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો નીરજ ચોપરાની ઈવેન્ટ
બીજી તરફ જો પર્પલ કેપની વાત કરીએ તો વરુણ ચક્રવર્તીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અબ્દુલ સમદની મહત્વની વિકેટ લીધી હતી. વરુણે SRH સામે ડેથ ઓવરમાં બોલિંગ કરી હતી. આ એક વિકેટ સાથે, તે IPL 2023માં 14 વિકેટ સાથે સૌથી વધુ શિકાર કરનારા બોલરોની યાદીમાં 8મા સ્થાને પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, ચક્રવર્તી સિવાય કેકેઆરનો બીજો કોઈ બોલર ટોપ-15માં નથી. જ્યારે ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 17 વિકેટ સાથે ટોચ પર છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…