IPL 2023ની પર્પલ કેપ રેસમાં ટોપ 5માં આ ખેલાડીની એન્ટ્રી, ફાફના માથા પર છે ઓરેન્જ કેપ

|

May 09, 2023 | 11:58 AM

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ આઈપીએલ 2023 પર્પલ કેપ રેસમાં ટોપ 5માં પ્રવેશ કર્યો છે, જ્યારે ઓરેન્જ કેપ રેસમાં કોઈ ફેરફાર થયો નથી. ફાફ ડુપ્લેસીસ સાથે હજુ પણ ઓરેન્જ કેપ પર કબ્જો જમાવીને બેઠો છે.

IPL 2023ની પર્પલ કેપ રેસમાં ટોપ 5માં આ ખેલાડીની એન્ટ્રી, ફાફના માથા પર છે ઓરેન્જ કેપ

Follow us on

સોમવારે, 8 મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023ની ઓરેન્જ કેપ રેસમાં કોઈ ફેરફાર થયો નથી. જે ખેલાડીઓ અત્યાર સુધી ટોપ 5માં છે તે જ ખેલાડી આ મેચ બાદ પણ છે. જોકે, પર્પલ કેપ (Purple Cap)ની રેસમાં થોડો ફેરફાર થયો છે કારણ કે આ યાદીમાં નવા ખેલાડીનો પ્રવેશ થયો છે. IPL 2023ની પર્પલ કેપની રેસમાં હવે KKRનો સ્પિનર ​​વરુણ ચક્રવર્તી ટોપ 5માં આવી ગયો છે, જેણે પંજાબ કિંગ્સ  (Punjab Kings) સામે જોરદાર બોલિંગ કરી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Rinku Singh, IPL 2023: કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચનો અંત દિલધડક, 1 બોલ પર રિંકૂ સિંહે કર્યો ખેલ ખતમ-Video

 

ટોપ પર આરસીબીનો ઓપનર ફાફ ડુપ્લેસિસ

આઈપીએલ 2023 ઓરેન્જ કેપની વાત કરીએ તો ટોપ પર 511 રન સાથે આરસીબીનો ઓપનર ફાફ ડુપ્લેસિસ છે. બીજા નંબર પર યશસ્વી જાયસ્વાલ છે, તેમણે રાજસ્થાન રોયલ્સ માટે અત્યારસુધી 477 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલનું છે. જે 11 મેચમાં 469 રન બનાવી ચૂક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવન કોનવે અત્યારસુધી 458 રન બનાવ્યા છે અને તે લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. વિરાટ કોહલી 419 રનની સાથે પાંચમા સ્થાન પર છે.

  • 511 રન – ફાફ ડુપ્લેસીસ
  • 477 રન – યશસ્વી જયસ્વાલ
  • 469 રન – શુભમન ગિલ
  • 458 રન – ડેવોન કોનવે
  • 419 રન – વિરાટ કોહલી

આ પણ વાંચો : MI vs RCB, IPL 2023: મુંબઈ અને બેંગ્લોર વચ્ચે વચ્ચે આજે મરણીયો જંગ, વાનખેડેમાં જીત ટીમને ટોપ-4 માં પહોંચાડશે!

જો વાત આઈપીએલ 2023ના પર્પલ કેપ રેસની કરીઓ તો ટોપમાં એન્ટ્રી વરુણ ચક્રવર્તી છે.તેણે KKR માટે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 17 વિકેટ લીધી છે. જો કે મોહમ્મદ શમી 19 વિકેટ સાથે ટોપ પર છે. ગુજરાત ટાઇટન્સના સ્પિનર ​​રાશિદ ખાને પણ એટલી જ વિકેટ લીધી છે, પરંતુ શમીનો ઇકોનોમી રેટ સારો છે. ત્રીજા નંબર પર CSKનો ફાસ્ટ બોલર તુષાર દેશ પાંડે છે, જેણે 19 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર ​​પીયૂષ ચાવલાએ 17 વિકેટ લીધી છે.

  • 19 વિકેટ – મોહમ્મદ શમી
  • 19 વિકેટ – રાશિદ ખાન
  • 19 વિકેટ – તુષાર દેશપાંડે
  • 17 વિકેટ – પિયુષ ચાવલા
  • 17 વિકેટ – વરુણ ચક્રવર્તી

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article