IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફારો, આ 2 ખેલાડીઓ છે સૌથી આગળ

|

May 07, 2023 | 11:27 AM

શનિવારે બે શાનદાર મેચો બાદ ફાફ ડુપ્લેસી પાસે ઓરેન્જ કેપ અને તુષાર દેશપાંડે પર્પલ કેપ પર કબ્જો કરીને બેઠા છે. ડુપ્લેસીએ આ સિઝનમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. જ્યારે દેશપાંડેના નામે 19 વિકેટ છે.

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફારો, આ 2 ખેલાડીઓ છે સૌથી આગળ

Follow us on

IPL 2023 ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપ રેસમાં દિલ્હી કેપિટલ્સ વિ રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર મેચ બાદ મોટા ફેરફારો જોવા મળ્યા છે. ગ્લોરિયસ શનિવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં બે દિગ્ગજ ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે આવી હતી, જ્યારે દિવસની બીજી મેચમાં દિલ્હીનો સામનો બેંગ્લોર સામે થયો હતો. આ બે મેચ બાદ ફાફ ડુપ્લેસી ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. આ સ્ટાર બેટ્સમેને દિલ્હી સામે 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેની સાથે તે સિઝન-16માં 500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અને પર્પલ કેપ તુષાર દેશપાંડેના માથે છે.

મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 વિકેટ લઈને તુષારના નામે આ સિઝનમાં સૌથી વધુ 19 વિકેટ ઝડપાઈ ગઈ છે. તે મોહમ્મદ શમી અને રાશિદ ખાનથી આગળ નીકળી ગયો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

 

સૌથી પહેલા આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન પર એક નજર કરીએ. ફાફ ડુપ્લેસી ઉપરાંત ડેવોન કોનવે, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ આ યાદીમાં છે. શુભમન ગિલને આ યાદીમાંથી બહાર રહેવું પડશે તેના નામે હાલમાં 375 રન છે. આ સાથે જ ડેવિડ વોર્નર 330 રન સાથે 7મા સ્થાને પહોંચી ગયો છે.

  • ફાફ ડુપ્લેસી – 511
  • ડેવોન કોનવે – 458
  • યશસ્વી જયસ્વાલ – 442
  • વિરાટ કોહલી – 419
  • ઋતુરાજ ગાયકવાડ – 384

આ પણ વાંચો : Hardik Pandya vs Krunal Pandya: અમદાવાદમાં પંડ્યા vs પંડ્યાનો જંગ, હાર્દિક અને કૃણાલ IPL માં નવો ઈતિહાસ રચશે

બીજી તરફ પર્પલ કેપ રેસમાં સામેલ ટોપ-5 બોલરોની વાત કરીએ તો તુષાર દેશપાંડે સિવાય આ લિસ્ટમાં મોહમ્મદ શમી, રાશિદ ખાન, પીયૂષ ચાવલા અને અર્શદીપ સિંહ છે. CSKના રવિન્દ્ર જાડેજા અને RCBના મોહમ્મદ સિરાજ 15-15 વિકેટ સાથે અનુક્રમે 6ઠ્ઠા અને 7મા સ્થાને છે.

  • તુષાર દેશપાંડે – 19 વિકેટ
  • મોહમ્મદ શમી – 18 વિકેટ
  • રાશિદ ખાન – 18 વિકેટ
  • પિયુષ ચાવલા – 17 વિકેટ
  • અર્શદીપ સિંહ – 16 વિકેટ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article