IPL 2023 માં જોવા મળશે એકસ્ટ્રા રોમાંચ, આ નવો નિયમ મચાવશે ધમાલ

|

Dec 02, 2022 | 9:56 PM

આઈપીએલની નવી સીઝન માટે ઘણા ખેલાડીઓએ પોતાનું નામ પણ રજિસ્ટર કરાવી દીધુ છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની નવી સીઝનમાં નવો પ્રયોગ કરવા જઈ રહી છે.

IPL 2023 માં જોવા મળશે એકસ્ટ્રા રોમાંચ, આ નવો નિયમ મચાવશે ધમાલ
Ipl 2023 new rule as one substitute player
Image Credit source: File photo

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનની તૈયારી શરુ કરવામાં આવી છે. આઈપીએલને ભારતમાં ક્રિકેટના સૌથી મોટા તહેવારની જેમ જ ઉજવવામાં આવે છે. 10 અલગ અલગ ટીમોના ખેલાડીઓ વચ્ચેની રોમાંચક મેચો આઈપીએલની સાચી ઓળખ છે. આઈપીએલની નવી સીઝન માટે ઘણા ખેલાડીઓએ પોતાનું નામ પણ રજિસ્ટર કરાવી દીધુ છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની નવી સીઝનમાં નવો પ્રયોગ કરવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની નવી સીઝનમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે જેનું નામ છે ઈમ્પેક્ટ પ્લેયર.

આ નિયમથી આઈપીએલમાં નવો રોમાંચ ઉમેરાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે થોડા દિવસ પહેલા જ સમાપ્ત થયેલી ભારતની ઘરેલૂ ટી20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમ લાગુ કર્યો હતો. હવે આ નિયમ આઈપીએલની નવી સીઝનમાં જોવા મળશે. આઈપીએલના આધાકારિક ટ્વિટર હેન્ડલ પર આ નિયમ સંબંધિત એક પોસ્ટ પણ કરવામાં આવી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે આ નિયમ આ વર્ષથી જ લાગુ થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શું છે આ નવા નિયમમાં ?

આઈપીએલના આ નવા ટેક્ટિકલ સબ્સટિટ્યૂટ નિયમ અનુસાર મેચમાં ટોસ પહેલા ટીમનો કેપ્ટન તેની પ્લેઈંગ 11ની સાથે સાથે 4 સબ્સટિટૂટ ખેલાડીના નામ પણ આપશે. આ 4માંથી કોઈ એક ખેલાડીનો ઉપયોગ મેચ દરમિયાન થઈ શકશે. મેચમાં 14 ઓવર ખત્મ થતા પહેલા રમતમાં ખેલાડીઓને રિપ્લેસ કરી શકાશે. આ ખેલાડી તેના ભાગની તમામ ઓવર પણ નાંખી શકશે.

આ સમયે લાગુ નહીં થાય નિયમ

આ નિયમમાં કેટલીક શરતો પણ છે. આખી મેચમાં આ નિયમ તૈયારે જ લાગુ કરી શકાશે, જ્યારે બંને ટીમો આ નિયમનો ફાયદો ઉઠાવી શકે. જો મેચમાં કોઈ કારણથી 10 ઓવરની ઈનિંગમાં કે તેનાથી ઓછી ઓવરમાં આ નિયમ લાગુ થશે નહીં. મેચ દરમિયાન આ ખેલાડી કોઈ પણ રોલ નિભાવી શકે છે.

ઋતિક શૌકિન બન્યો પહેલો ઈમ્પેક્ટ પ્લેયર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીના ઓલ રાઉન્ડર ઋતિક શૌકિન પહેલા ઈમ્પેક્ટ પ્લેટર બન્યા હતા. તેણે મણિપુર સામે 71 રન બનાવી ને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આવો નિયમ ઓસ્ટ્રેલિયાની ટી20 લીગ બિગ બેશ લીગમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમને એક્સ ફેક્ટર નામ આપવામાં આવ્યુ હતુ.

Next Article