
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચમાં ટક્કર થઈ હતી. IPL 2023 ની આ 12મી મેચ હતી. જ્યારે ચેન્નાઈની ત્રીજી મેચ સિઝનમાં હતી. ચેન્નાઈએ મુંબઈને હરાવીને સિઝનમાં પોતાની બીજી જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે હોમગ્રાઉન્ડમાં જ ફ્લોપ શો કર્યો હતો. મુંબઈના બેટરો ફરી એકવાર ચાલ્યા નહોતા. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પર ખૂબ અપેક્ષાઓ મુંબઈની ટીમ અને ફેન્સને છે, એવા સમયે તે કંગાળ પ્રદર્શન કરી રહ્યો છે. સિઝનની પહેલા પણ તે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વાર સળંગ શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો. હવે ચેન્નાઈ સામે હાર બાદ મુંબઈ ટીમનો આ તોફાની બેટર ધોનીને મેચ બાદ મળ્યો હતો. ધોની પાસે કેટલીક પળો વાતો કરી હતી અને જ્યાં તેની પાસેથી ટેકનીકને લઈ સલાહ મેળવી હોવાનુ માનવામાં આવે છે.
સૂર્યકુમાર યાદવ તોફાની બેટર છે અને જ્યારે તેનુ બેટ ચાલવા લાગે ત્યારે ભલભલા બોલર તેની સામે લાચાર બની જાય છે. સૂર્યા ટી20 ફોર્મેટમાં દુનિયાનો નંબર -1 બેટર છે. તેને ફેન 360 ડિગ્રી કહે છે. પરંતુ હાલમાં તે ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. જેની અસર હવે મુંબઈની ટીમના સમીકરણ પર પડી રહી છે. મુંબઈની ટીમ પોતાની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કર્યો છે.
વાનખેડેમાં મેચ બાદ સૂર્યકુમાર યાદવ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને સ્ટાર ખેલાડી ધોનીને મળવા માટે પહોંચ્યો હતો. ધોની પાસે પહોંચીને સૂર્યાએ પોતાના ખરાબ ફોર્મને લઈ સલાહ મેળવી હોવાનુ માનવામાં આવે છે. ધોનીએ પણ સૂર્યાને એક અલગ તરફ લઈ જઈને તેને એકાંતમાં સમજાવ્યો હતો. ધોની અને સૂર્યા વચ્ચે સારી એવા ચર્ચા થઈ હતી. હવે ચર્ચા બાદ ચાહકો ઈચ્છી રહ્યા છે કે, સૂર્યા પોતાના અસલી રંગમાં પરત ફરે.
IPL 2023 માં સૂર્યાનુ બેટ શાંત રહ્યુ છે. આવામાં બંને વચ્ચેના લાંબી વાતચીત દરમિયાન બેટિંગને લઈ ચર્ચા વધુ થઈ છે. સૂર્યા કુમાર સિઝનમાં બે મેચ રમ્યો છે અને માત્ર 16 જ રન પોતાના બેટથી નિકાળી શક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તો તે ફક્ત એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો.
હવે જ્યારે સૂર્યકુમાર યાદવ પોતાના ખરાબ ફોર્મ દરમિયાન ધોનીને મળ્યો છે, ત્યારે હવે ચાહકોની આશા પણ વધી છે. જે સમસ્યાથી ચાહકો છેલ્લા કેટલાક સમયથી નિરાશ છે, તે નિરાશાના વાદળો હવે ધોની સાથેની કેટલીક પળની મુલાકાત હટાવવાની આશા જગાવી રહી છે. ફેન્સને આશા છે કે, હવે આગળની મેચથી સૂર્યાનુ બેટ તોફાન મચાવવા લાગશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:14 am, Sun, 9 April 23