LSG vs SRH, IPL 2023: હૈદરાબાદમાં અંપાયર દ્વારા 2 ભૂલ પર થઈ ગયો હંગામો, લખનૌના ડગ આઉટ પર નટ-બોલ્ટ ફેંકાયા! Video

|

May 13, 2023 | 9:44 PM

Lucknow super giants vs sunrisers hyderabad, IPL 2023: લખનૌ સુપર જાયન્ટ્સે શનિવારે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યુ હતુ, જોકે આ દરમિયાન અંપાયરની ભૂલને લઈ વિવાદ સર્જાયો હતો.

LSG vs SRH, IPL 2023:  હૈદરાબાદમાં અંપાયર દ્વારા 2 ભૂલ પર થઈ ગયો હંગામો, લખનૌના ડગ આઉટ પર નટ-બોલ્ટ ફેંકાયા! Video
LSG vs SRH match umpiring controversy video

Follow us on

IPL 2023 ની 58મી મેચમાં અંપાયરીંગને લઈ વિવાદ સર્જાઈ ગયો છે. ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદે હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 182 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બધુ જ બરાબર ચાલી રહ્યુ હતુ પરંતુ હૈદરાબાદની બેટિંગ ઈનીંગની 19મી ઓવરમાં માહોલ વિવાદ ભર્યો બની ગયો હતો. અંપાયરીંગને લઈ જે વિવાદ સર્જાયો હતો, જેમાં લખનૌના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તો મેદાનમાં પહોંચ્યો હતો પરંતુ ચાહકોએ પણ સ્ટેન્ડમાંથી શોર મચાવી મૂક્યો હતો.

હૈદરાબાદની બેટિંગ ઈનીંગ દરમિયાન એક નહીં બે વાર એક જ ઓવરમાં અંપાયરીંગને લઈ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ નો બોલને લઈ હતો. આવેશ ખાન 19મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં ત્રીજા બોલને હાઈટને લઈ નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેની સામે લખનૌએ રિવ્યૂ પસંદ કર્યુ હતુ. ટીવી અંપાયરે રિપ્લેમાં જોયુ કે બોલ ટચ થઈને બોલ હાઈટ પર ગયો છે. જેને લઈ રિવ્યૂમાં ફેયર ડિલિવરી ગણાવાઈ હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ડગ આઉટ પર નટ-બોલ્ટ ફેંક્યા

દર્શકો પણ રોષે ભરાયા હતા અને જેના પર વિવાદ શરુ થયો હતો. જે પ્રમાણે દર્શકોએ રોષ ભેર હંગામો મચાવ્યો હતો. જેમાં કેટલાકે તો લખનૌ સુપર જાયન્ટ્સના ડગ આઉટ્સ પર નટ્સ બોલ્ટ્સ ફેંકવામાં આવ્યા હતા. આ પરિસ્થિતીને લઈ આ સમયે મેચ કેટલીક વાર માટે રોકી દેવામાં આવી હતી. મેચ શરુ થઈ હતી અને વિવાદ શમ્યો જ નહોતો ત્યાં ફરીથી એક વાર અંપાયરીંગ ખરાબ હોવાના સવાલ શરુ થયા હતા.

 

 

અંતિમ ઓવર લઈને યશ ઠાકુર આવ્યો હતો. ઓવરના બીજા બોલને ઠાકુરે સ્લોઅર વાઈડ બાઉન્સર ફેંક્યો હતો. જેની પર અબ્દુલ સમદ અપર કટના પ્રયાસમાં હતો. જોકે બોલને વાઈડ આપવામાં આવ્યો નહોતો. હૈદરાબાદે રિવ્યૂ લીધો હતો. આ વખતે ત્રીજા અંપાયરે રિવ્યૂ કરીને બોલને ફેયર ડિલિવરી જાહેર કરી હતી. મેચમાં હૈદરાબાદની ઈનીંગ સમાપ્ત થતા જ અંપાયરીંગ પર હેનરીક ક્લાસેને સવાલ કરી દીધા હતા.

 

આ પણ વાંચોઃ SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 8:54 pm, Sat, 13 May 23

Next Article