KKR vs PBKS : ‘ગબ્બર’ની 50મી આઈપીએલ ફિફટી, નાઈટ રાઈડર્સને મળ્યો 180 રનનો ટાર્ગેટ

Kolkata Knight Riders vs Punjab Kings IPL 2023 : આજે આઈપીએલ 2023ની 53મી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છે. પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સના ઓપનરોએ ટીમને સારી શરુઆત અપાવી હતી.

KKR vs PBKS : ગબ્બરની 50મી આઈપીએલ ફિફટી, નાઈટ રાઈડર્સને મળ્યો 180 રનનો ટાર્ગેટ
IPL 2023 KKR vs PBKS
| Edited By: | Updated on: May 08, 2023 | 9:33 PM

આઈપીએલની 16મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવા માટેની રેસ વધુ રોમાંચક બની છે. આજે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે 53મી મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી. પંજાબના ઓપનર્સને પોતાની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવરમાં બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 179 રન રહ્યો હતો.

પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 12 રન, શિખર ધવને 57 રન, ભાનુકા રાજાપક્ષેએ 0 રન, લિવિંગસ્ટોને 15 રન, જીતેશ શર્માએ 21 રન, સેમ કરને 4 રન, ઋષિ ધવને 19 રન , શાહરુખ ખાને 21 રન અને હરપ્રીતે 17 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 21 ચોગ્ગા જોવા મળ્યા હતા.

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 3 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નીતિશ રાણા-સુયશ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

આજની મેચની મોટી વાતો

  • કોલકત્તાના બોલર હર્ષિત રાણાએ પાવર પ્લેની 2 ઓવરમાં 2 વિકેટ લીધી હતી.
  • જીતેશ અને શિખર ધવને  38 બોલમાં 50 રનની પાર્ટનરશીપ કરી હતી.
  • શિખર ધવને આજે 50મી ફિફટી ફટકારી. તેણે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી.
  • 50 ફિફટી ફટકારનાર શિખર ધવન ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી આ કામ કરી ચૂક્યા છે.
  • સુયશ શર્માની ઓવરમાં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરણ માત્ર 4 રન બનાવી આઉટ થયો.

 

આજની મેચની રોમાંચક ક્ષણો

 

 

પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

 


પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

ઈમ્પેક્ટ પ્લેયર્સ – નાથન ઈલ્લીસ, મત્થેઉં શોર્ટ, અથર્વ તૈદે, સિકંદર રાઝ, મોહિત રાથિ

કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી

ઈમ્પેક્ટ પ્લેયર્સ –  જેસન રોય, અનુકુલ રોય, ના જગદીસન, લૌકી ફર્ગ્યુસન, કુલવંત ખેજડોલિયા

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:24 pm, Mon, 8 May 23