VIDEO: કોહલી-ગંભીર વિવાદ પર ભજ્જીની પ્રતિક્રિયા, શ્રીસંત સાથેના ઝઘડા અંગે અફસોસ વ્યક્ત કર્યો

હરભજન સિંહે એક મીડિયા એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ક્રિકેટની રમતમાં અનેકવાર ખેલાડીઓ ભાવુક અને ગુસ્સે થઈ જાય છે જે બાદ આવી ઘટના બને છે, લખનૌમાં જે થયું એ ખૂબ જ ખરાબ હતું.

VIDEO: કોહલી-ગંભીર વિવાદ પર ભજ્જીની પ્રતિક્રિયા, શ્રીસંત સાથેના ઝઘડા અંગે અફસોસ વ્યક્ત કર્યો
IPL 2023
| Edited By: | Updated on: May 02, 2023 | 8:20 PM

IPLમાં સોમવારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે થયેલ ઝઘડા બાદ વિશ્વભરના સ્ટાર ક્રિકેટરોએ આ ઘટનાની નિંદા કરી છે, જેમાં પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ પણ સામેલ છે. ભજ્જીએ ટ્વીટ કરી આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. હરભજન સિંહે એક મીડિયા એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ક્રિકેટની રમતમાં અનેકવાર ખેલાડીઓ ભાવુક અને ગુસ્સે થઈ જાય છે જે બાદ આવી ઘટના બને છે, લખનૌમાં જે થયું એ ખૂબ જ ખરાબ હતું.

શ્રીસંત સાથેના ઝગડા અંગે કહી વાત

 

હરભજને તેના અને શ્રીસંત વચ્ચે થયેલ ઝગડા અંગે પણ વાતચીત કરતા ટ્વીટ કરી જણાવ્યું હતું કે, વિરાટ અને ગૌતમ વચ્ચે જે પણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી. મેં 2008માં શ્રીસંત સાથે જે કર્યું તેના માટે હું શરમ અનુભવું છું.

ફેન્સે કરી મજેદાર કોમેન્ટ

કોહલી અને ગંભીર વચ્ચે થયેલ ઝગડા પર ટ્વીટ કરતા જ ક્રિકેટ ચાહકોએ ટ્વીટર પર ભજ્જીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. અનેક ફેન્સ ભજ્જીની વાતથી સહેમત થયા હતા તો બીજી તરફ કેટલાય ચાહકોએ ભજ્જીને ખરી-ખોટી સંભળાવી હતી અને તેના શ્રીસંત સાથે થયેલ ઝગડા અંગે કોમેન્ટ કરી હતી.

એક યુઝરે કહ્યું હતું કે, ‘થપ્પડ મારવામાં અને સલાહ આપવામાં બહુ ફરક હોય છે, ભજ્જી પાજી તમે તો રહેવા જ દો’. અન્ય યુઝરે કોમેન્ટ કરી કે, ‘તમે જે કર્યું હતું તે યાદ અપાવવાનો કોઈ મોકો મિસ નથી કરતા’. એક યુઝરે લખ્યું, ‘હંમેશા ખોટો માણસ જ જીવનનો સાચો પાઠ શીખવી જાય છે.’

25 એપ્રિલ 2008માં IPLની સૌપ્રથમ સિઝનની દસમી મેચમાં મુંબઈ અને પંજાબ વચ્ચેના મુકાબલામાં હરભજન સિંહે એસ.શ્રીસંતને થપ્પડ મારી હતી, જે બાદ હરભજનને આખી સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ વિવાદ IPLની ઇતિહાસની સૌથી વિવાદિત ઘટનામાં એક છે, જે બાદ પણ અનેકવાર ખેલાડીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ અને મેદાનમાં ગરમા ગરમી જોવા મળી છે. જેમાં હવે સોમવારે ગંભીર-કોહલી વચ્ચેનો ઝગડો પણ સામેલ થઈ ગયો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…