
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની 35મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ જોવા મોટી સંખ્યમાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ટોસ હારીને ગુજરાતની ટીમ પ્રથમ બેેંટિગ માટે ઉતરી હતી. શુભમન ગિલની શાનદાર ફિફટી અને અભિનવ-ડેવિડ મિલરની આક્રમક ઈનિંગને કારણે 20 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 207 રન રહ્યો હતો.
બીજી ઈનિંગમાં 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 152 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર આજે 55 રનથી જીત મેળવી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડયાએ બીજી જ ઓવરમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માની વિકેટ લીધી હતી. એક સમયે 50 રનની અંદર મુંબઈ ઈન્ડિયન્સની 3 વિકેટ પડી હતી.
ત્યાર બાદ રાશિદ ખાન અને નૂર અહેમદે શાનદાર બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપને ધરાશાઈ કરી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ 7 મેચમાં 5 જીત-2 હાર અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચમાં 3 જીત-4 હાર અને 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન , શુભમન ગિલે 56 રન, હાર્દિક પંડયાએ 13 રન, વિજય શંકરે 19 રન, ડિવેડ મિલરે 46 રન, અભિનવ મનોહરે 42 રન, રાહુલ તેવટિયાએ 20 રન અને રાશિદ ખાને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 12 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા.
બીજી ઈનિંગમાં નૂર અહેમદે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહિત શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડયાએ 2 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી હતી.
પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્જુન તેંડુલકરે 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કાર્તિકેય, મેરેડિથ અને બેહરનડોર્ફે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 2 રન, ઈશાન કિશને 13 રન, કેમરુન ગ્રીને 33 રન, તિલક વર્માએ 2 રન, સૂર્યાકુમારે 23 રન, ટિમ ડેવિડે 0 રન, વાધેલાએ 40 રન, પિયુષ ચાવલાએ 18 રન અને અર્જુન તેંડુલકરે 13 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 સિક્સર અને 8 ચોગ્ગા જોવા મળ્યા હતા.
All of us right now! #GTvMI #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/S9Ul4vtXuW
— Gujarat Titans (@gujarat_titans) April 25, 2023
1️⃣0️⃣0️⃣th Match for @MdShami11 ✅
1️⃣5️⃣0️⃣th Match for @Wriddhipops ✅Congratulations to the @gujarat_titans duo 👏🏻👏🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/gPhXKOjrkw
— IndianPremierLeague (@IPL) April 25, 2023
There’s the first wicket for @mipaltan 🙌🏻
Arjun Tendulkar with the opening breakthrough 💪🏻
Wriddhiman Saha departs for 4.
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/Y0i3UrfeBn
— IndianPremierLeague (@IPL) April 25, 2023
Copy + Paste dismissals courtesy @mipaltan ✅
Kumar Kartikeya and Piyush Chawla with the breakthroughs 😎#GT lose Shubman Gill & Vijay Shankar in quick succession. #TATAIPL | #GTvMI pic.twitter.com/v9MjifbHl2
— IndianPremierLeague (@IPL) April 25, 2023
2️⃣2️⃣ runs off the 18th over 🔥🔥
Abhinav Manohar departs after a quick-fire 42(21) 💪🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/kmfrCcEXir
— IndianPremierLeague (@IPL) April 25, 2023
Caught & Bowled!@hardikpandya7 wins the battle of the captains 😉#MI lose Rohit Sharma early in the chase.#TATAIPL | #GTvMI pic.twitter.com/wmZ3baAbjj
— IndianPremierLeague (@IPL) April 25, 2023
W.O.W 😲
Noor Ahmad takes a superb catch off his own bowling 🙌🏻
Suryakumar Yadav departs for 23. #TATAIPL | #GTvMI pic.twitter.com/FNyLMmn4lP
— IndianPremierLeague (@IPL) April 25, 2023
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/OhwdzmhVUT
— IndianPremierLeague (@IPL) April 25, 2023
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, અર્જુન તેંડુલકર, રિલે મેરેડિથ, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
મુંબઈ ઈન્ડિયન્સના ઈમ્પેક્ટ પ્લેયર : રમનદીપ સિંહ, તિલક વર્મા, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, સંદીપ વૉરિયર
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા
ગુજરાત ટાઇટન્સના ઈમ્પેક્ટ પ્લેયર : જોશુઆ લિટલ, દાસુન શનાકા, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:21 pm, Tue, 25 April 23