GT vs KKR Match Result : ઈડન ગાર્ડનમાં ગુજરાતના સાવજો 7 વિકેટથી જીત્યા, વિજયની વિસ્ફોટક ફિફટી, ગિલ ફિફટી ચૂક્યો

Kolkata knight riders vs Gujarat titans IPL 2023 : આઈપીએલ 2023ની 39મી મેચ આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ગુજરાત ટાઈટન્સને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

GT vs KKR Match Result : ઈડન ગાર્ડનમાં ગુજરાતના સાવજો 7 વિકેટથી જીત્યા, વિજયની વિસ્ફોટક ફિફટી, ગિલ ફિફટી ચૂક્યો
IPL 2023
| Edited By: | Updated on: Apr 29, 2023 | 8:00 PM

કોલકત્તાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આઈપીએલ 2023ની 39મી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.   રહેમાનુલ્લા ગુરબાઝ અને બર્થ ડે બોય આંદ્રે રસલની વિસ્ફોટક ઈનિંગને કારણે કોલકત્તાની ટીમ મોટો સ્કોર ઉભો કરી હતી. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 7 વિકેટના નુકશાન સાથે 179 રન બનાવી શકી હતી. 180 રનનો ટાર્ગેટ ગુજરાતની ટીમે 18 ઓવરમાં ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી.

આજની જીત સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 બની છે. ગુજરાત ટાઈટન્સની ટીમ 8 મેચમાં 6 જીત-2 હાર અને 12 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાકે છે. જ્યારે કોલકત્તાની ટીમ 9 મેચમાં 3 જીત-6 હાર અને 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જ્યારે જોસુઆ લિટિલ અને નૂર અહમદે 2-2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં વિજય શંકરે 24 બોલમાં ફિફટી ફટકારી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 49 રન બનાવી કેચ આઉટ થયો હતો.

બીજી ઈનિંગમાં રિદ્ધિમાન સાહાએ 10 રન, શુભમન ગિલે 49 રન, હાર્દિક પંડયાએ 26 રન, વિજય શંકરે 51 રન અને ડેવિડ મિલરે 32 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 8 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી જગદીશનને 19 રન, ગુલબાઝે 81 રન, શાર્દુલ ઠાકુરે 0 રન, વેંકટેશે 11 રન, નીતીશ રાણાએ 4 રન, રિંકૂ સિંહે 19 રન, આંદ્રે રસલે 34 રન અને વાઝીએ 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી હર્ષિત રાણા, આંદ્રે રસલ અને સુનિલ નરેને 1-1 વિકેટ લીધી હતી. બોલરોના સાધરણ પ્રદર્શનને કારણે ગુજરાતની ટીમે સરળતા જીત મેળવી હતી.

 

આજની મેચની મોટી વાતો

  • વરસાદને કારણે આજની મેચ બપોરે 3.30ની જગ્યાએ 4.15એ શરુ થઈ હતી.
  • ગુજરાત ટાઈટન્સના રાશિદ ખાને આજે 100મી આઈપીએલ મેચ રમી.
  • કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાએ પણ આજે આઈપીએલમાં 100મી મેચ રમી.
  • કોલકત્તાની બોલર વરુણ ચક્રવર્તીએ આજે 50મી આઈપીએલ મેચ રમી હતી.
  • રહેમાનુલ્લા ગુરબાઝે 27 બોલમાં આઈપીએલ 2023ની બીજી ફિફટી ફટકારી હતી.

આજની મેચની રોમાંચક ક્ષણો

 

 

 

 

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને લીધી હતી બેેટિંગ

 


ગુજરાત ટાઇટન્સ  : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ

ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ માવી, જયંત યાદવ

કોલકાતા નાઈટ રાઈડર્સ : એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, ટિમ સાઉથી, કુલવંત ખેજરોલિયા

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 7:51 pm, Sat, 29 April 23