અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટક્કર કોલાકાતા નાઈટ રાઈડર્સ સાથે થઈ રહી છે. ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. જોકે આ પહેલા જ ગુજરાતના ફેન્સને નિરાશાનજક સમાચાર મળ્યા છે. ટીમના સુકાની હાર્દિક પંડ્યા બિમાર છે અને તે કોલકાતા સામેની મેચમાં નથી રમી રહ્યો. ટીમનુ સુકાન રાશિદ ખાન સંભાળી રહ્યો છે. ટોસ માટે જ્યાર રાશિદ ખાન અને નિતીશ રાણા મેદાનમાં આવતા જ હાર્દિક પંડ્યાની ગેરહાજરીથી ફેન્સને આશ્ચર્ય સર્જાયુ હતુ. જોકે રાશિદે જ આ અંગેનુ ખુલાસો કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સ ટીમ શરુઆતની પોતાની બંને મેચ જીતી ચુક્યુ છે. રવિવારે કોલકાતા સામેની મેચમાં જીત ગુજરાતને ફરીથી નંબર વનના સ્થાને પોઈન્ટ્સ ટેબલમાં પહોંચાડી શકે છે. આવી સ્થિતીમાં હવે ગુજરાતની ટીમને હાર્દિક પંડ્યાનુ બહાર રહેવુ મોટા ઝટકા સમાન બન્યુ છે.
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની ટીમ આમ બેટિંગ કરીને મોટો સ્કોર ખડકીને કોલકાતાના બેટરોને પરેશાન કરવાનો ઈરાદો રાખ્યો છે. ટોસ વખતે આજની મેચમાં ગુજરાતનુ સુકાન સંભાળતા રાશિદ ખાને બતાવ્યુ હતુ કે, હાર્દિક પંડ્યા આજે મેચમાં કેમ ઉપલબ્ધ નથી. પંડયાની રાહ જોઈ રહેલા ગુજરાત ટીમના ચાહકોને રાશિદ ખાનની હાજરી જોઈને આશ્ચર્ય લાગી રહ્યુ હતુ ત્યાં ટોસ જીતને આ વાત રાશિદ ખાને બતાવી કે તે અસ્વસ્થ હોવાને લઈ આજે રમી રહ્યો નથી.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to bat first against @KKRiders.
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR pic.twitter.com/SmNpbdnacn
— IndianPremierLeague (@IPL) April 9, 2023
રાશિદે બતાવ્યુ કે, પંડ્યા બિમાર છે અને તેઓ કોઈ જ રિસ્ક લેવા માંગતા નથી. મેનેજમેન્ટ પણ મોટી ટૂર્નામેન્ટમાં પંડ્યાની ફિટનેસને લઈ કોઈ જ ખતરો ઉઠાવવા માંગતુ નથી. આમ હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામા આવ્યુ છે. ગુજરાતની ટીમ માટે અત્યાર સુધીમાં આવુ બીજી એકવાર બન્યુ છે તે, હાર્દિક પંડ્યા મેચ માટે ઉપલબ્ધ ના હોય.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 4:04 pm, Sun, 9 April 23