IPL 2023 Final: MS ધોની ફાઇનલ માટે મેદાનમાં ઉતરીને ઇતિહાસ રચશે, એકમાત્ર ખેલાડી બનશે

MS Dhoni's 250th Appearance in IPL: આઈપીએલ 2023ની ફાઈનલ ધોનીની કારકિર્દીની 250મી આઈપીએલ મેચ હશે. આ આંકડો સ્પર્શનાર તે પ્રથમ ખેલાડી હશે. જાણો આ લિસ્ટમાં ક્યાં છે રોહિત અને વિરાટ?

IPL 2023 Final: MS ધોની ફાઇનલ માટે મેદાનમાં ઉતરીને ઇતિહાસ રચશે, એકમાત્ર ખેલાડી બનશે
| Edited By: | Updated on: May 28, 2023 | 10:04 AM

તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેની 10મી આઈપીએલ ફાઈનલ રમવા જઈ રહી છે. આ ટીમ 14 સીઝનમાં 12મી વખત પ્લેઓફમાં પહોંચી છે. તેણે 4 વખત IPL ટાઇટલ કબજે કર્યું છે. એટલે કે, ટ્રોફીની દૃષ્ટિએ અત્યાર સુધી તે IPLની બીજી સૌથી સફળ ટીમ છે. પરંતુ હવે જો ગુજરાત હારશે તો આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમ પણ બની જશે.

 

IPL 2023ની ફાઈનલ ધોનીની 250મી IPL મેચ હશે

અમે ધોનીના નામે નોંધાયેલી સૌથી મોટી ઉપલબ્ધિ વિશે વાત કરી રહ્યા છીએ. IPL 2023ની ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ ધોની 250 IPL મેચ રમનાર પ્રથમ ખેલાડી બની જશે. સરળ શબ્દોમાં કહીએ તો IPL 2023ની ફાઇનલ ધોનીની કારકિર્દીની 250મી IPL મેચ હશે.

આ પણ વાંચો : Hardik Pandya, IPL 2023 Final: હાર્દિક પંડ્યાએ જે કરી હતી પ્રાર્થના એ કામ થઈ ગયુ, હવે સપનુ પુરુ કરવા લગાવશે જોર !

ધોની પાછળ રોહિત, વિરાટ ચોથા સ્થાને

 

 

ધોની બાદ સૌથી વધુ IPL મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિતે 243 IPL મેચ રમી છે. દિનેશ કાર્તિકે તેના કરતા એક મેચ ઓછી રમી છે. કાર્તિક પાસે 242 મેચ છે. વિરાટ કોહલી 237 IPL મેચો સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ પણ 229 મેચ સાથે ટોપ 5માં પોતાની હાજરી નોંધાવી છે.

ધોનીએ 249 મેચમાં 5082 રન બનાવ્યા

IPL 2023ની ફાઈનલ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની માટે ઐતિહાસિક બનવા જઈ રહી છે. પરંતુ, જાણો આ ઈતિહાસ રચાયા પહેલા રમાયેલી 249 મેચોમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું છે. ધોનીએ 2008 થી 2023 વચ્ચે રમાયેલી 249 મેચોમાં 5082 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન છે અને બેટિંગ એવરેજ 40 ની નજીક છે. આ દરમિયાન તેણે વિકેટ પાછળ 141 કેચ અને 41 સ્ટમ્પ પણ કર્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો