IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર વારની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનનારી ગુજરાત ટાઈટન્સ એક બીજા સામે ટકરાઈ રહ્યા છે. શેડ્યૂલ મુજબ IPL Fianl રવિવારે રમાનારી હતી. પરંતુ ટોસ પહેલાથી જ શરુ થઈ ગયેલા વરસાદની સતત આવન જાવન રહેવાને રમત શરુ થઈ શકી જ નહોતી. આખરે મેચને સોમવારે રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ હવે સોમવારે ચેન્નાઈ અને ગુજરાત બંને ટકરાઈ રહ્યા છે. આ પહેલા જ પાકિસ્તાનથી આઈપીએલ ચેમ્પિયનને લઈ ભવિષ્યવાણી થઈ છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરે આગાહી કરી છે કે, ટ્રોફી કોના હાથમાં હોઈ શકે છે.
રિઝર્વ ડે પર ફાઈનલ મેચ રમાઈ રહી છે અને બંને ટીમના સપના ટ્રોફી પોતાના હાથમાં જોવા છે. જોકે આ વખતે ચેન્નાઈના ચાહકો, ધોનીના ચાહકો ટ્રોફી ધોનીના હાથમાં જોવાનુ ઈચ્છી રહ્યા છે. કારણ કે ભારતીય દિગ્ગજ ક્રિકેટર કે જેના ચાહકો ગુજરાત અને ચેન્નાઈથી લઈ વિશ્વના તમામ ખૂણાઓમાં છે, જે ચાહકો ધોનીને વિદાય પહેલા ચેમ્પિયનના રુપમાં જોવા ઈચ્છે છે. જોકે ગુજરાત ટાઈટન્સનુ પ્રદર્શન જબરદસ્ત છે. ડેબ્યૂ અને વર્તમાન સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન ગુજરાતને સૌથી મજબૂત ટીમ તરીકે ઉપસાવી રહી છે.
Hello from the Narendra Modi Stadium, Ahmedabad 👋🏻
Gearing up for the #Final Showdown 🙌
Chennai Super Kings 🆚 Gujarat Titans
Are you ready? #TATAIPL | #CSKvGT | @ChennaiIPL | @gujarat_titans pic.twitter.com/VR3KyVZ4Rq
— IndianPremierLeague (@IPL) May 29, 2023
મીડિયા રિુપોર્ટ્સ મુજબ એક વાત કરતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અક્રમે કહ્યુ હતુ કેસ હબું તો આ વાતની આશા પહેલાથી જ રાખી રહ્યો હતો કે, ચેન્નાઈ અને ગુજરાતની ટીમ ટોપ-4 માં ખતમ કરશે. ગુજરાતની ટીમ શુભમન હિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર વધારે નિર્ભર કરે છે.
પૂર્વ ઝડપી બોલર અક્રમે આગળ કહ્યુ હતુ કે, ચેન્નાઈની ટીમની વાત કરવામાં આવે તો 10 મી વાર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. આ ટીમને સારી રીતે ખ્યાલ છે કે, પરત કેવી રીતે ફરવાનુ છે. ભલે તેઓએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હોય આ ટીમને સારી રીતે ખ્યાલ છે કે, શાંત રહેવાનુ છે. બાકી લોકોની અલગ રાય હોઈ શકે થે, પરંતુ મારા મત મુજબ 60 ટકા ચેન્નાઈ અને 40 ટકા ફાઈનલ મેચમાં હક ગુજરાતની તરફ રહી શકવાની આશા છે.
Published On - 7:25 pm, Mon, 29 May 23