
IPL 2023 Final રવિવારે રમાઈ શકી નહોતી, હવે સોમવારે થઈ રહી છે. રવિવારે ટોસ થવાના પહેલા જ વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદ બાદ સતત વરસાદની આવન-જાવન રહેતા આખરે મેચને રિઝર્વ ડે પર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી સ્થિતીમાં હજુ પણ ક્રિકેટના ચાહકોના જીવ ઉંચા જ છે. મેચ શરુ થશે કે કેમ એ વાતની ચિંતા સતાવી રહી છે. જોકે આજે પણ વરસાદ વિલન બનીને ઉતરી આવે તો શુ થઈ શકે છે છે. તેને પાંચ પોઈન્ટ્સમાં સમજીશું
હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની બંને ચેમ્પિયન બનવા માટે ફાઈનલ મેચમાં પૂરો દમ લગાવવા તૈયાર છે. ચેન્નાઈ પાંચમી વાર ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખી રહ્યુ છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ સતત બીજી સિઝનમાં જ ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખે છે. ગુજરાતે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનીને ધમાકેદાર એન્ટ્રી આઈપીએલમાં કરી હતી. હવે સળંગ બીજી વાર ગુજરાત ચેમ્પિયન બનવા ચેન્નાઈ સામે સોમવારે રિઝર્વ ડે પર ટકરાશે.
Thanks to all the fans for their continued patience and support 👏🏻👏🏻
See you tomorrow in Ahmedabad 🤗
⏰ 7:30 PM IST #TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/2UUkSKYmKO
— IndianPremierLeague (@IPL) May 28, 2023
Published On - 5:36 pm, Mon, 29 May 23