DC vs CSK, IPL 2023: ચેન્નાઈએ દિલ્હી સામે 224 રનનુ રાખ્યુ લક્ષ્ય, કોનવે અને ગાયકવાડની તોફાની ઈનીંગ

|

May 20, 2023 | 5:42 PM

DC vs CSK, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આજે શનિવારે જીત પ્લેઓફમાં સીધી એન્ટ્રી કરાવી શકે છે, આ માટે ટોસ જીતીને ધોનીએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને બેટર્સે શાનદાર બેટિંગ કરી હતી.

DC vs CSK, IPL  2023: ચેન્નાઈએ દિલ્હી સામે 224 રનનુ રાખ્યુ લક્ષ્ય, કોનવે અને ગાયકવાડની તોફાની ઈનીંગ
ડેવોન કોનવે અને ગાયકવાડે શાનદારી ઈનીંગ રમી

Follow us on

IPL 2023 ના લીગ તબક્કાનો હવે અંત થનારો છે. રવિવારે લીગ તબક્કાની અંતિમ મેચ રમાનારી છે.શનિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ધોનીએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈના ઓપનરોએ તોફાની શરુઆત કરીને વિશાળ સ્કોર ખડકવાનો પાયો રચ્યો હતો. ચેન્નાઈએ 3 વિકેટ  ગુમાવીને 223 રનનો સ્કોર નિર્ધારીત 20 ઓવરમાં નોંધાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં 15 પોઈન્ટ્સ ધરાવે છે અને શનિવારે દિલ્હીની સામે જીત મેળવતા જ પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ જીત મેળવે તો સીધી એન્ટ્રી પ્લેઓફમાં મળી શકે છે, આ માટે ચેન્નાઈએ મોટો સ્કોર પ્રથમ બેટિંગ કરતા ખડકવો જરુરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ચેન્નાઈની દમદાર શરુઆત

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જબરદસ્ત શરુઆત ચેન્નાઈ સુપર કિંગ્સે કરી હતી. ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ તોફાની શરુઆત કરી હતી. બંનેએ મોટા સ્કોર માટેનો પાયો નાંખ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. ગાયકવાડે 50 બોલની ઈનીંગ રમીને 79 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા અને 158.00ની સ્ટ્રાઈક રેટથી તેણે રન નિકાળ્યા હતા. જોકે ગાયકવાડને ચેતન સાકરીયાએ પોતાનો શિકાર બનાવ્યો હતો.

ડેવોન કોનવેએ સૌથી મોટી ઈનીંગ ચેન્નાઈ વતી રમતા 87 રન નોંધાવ્યા હતા. ચેન્નાઈએ 52 બોલનો સામનો કરીને 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. કોનવે અને ગાયકવાડ વચ્ચે 141 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી.શિવમ દુબેએ 22 રન માત્ર 9 રનનો સામનો કરીને નોંધાવ્યા હતા. દુબેએ 3 છગ્ગા જમાવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ અંતમાં અણનમ ઈનીંગ રમી હતી. ધોનીએ 4 બોલમાં 5 રન નોંધાવ્યા હતા. જ્યારે 7 બોલમાં 20 રન રવિન્દ્ર જાડેજાએ નોંધાવ્યા હતા. જાડજાએ 1 છગ્ગો અને 3 ચોગ્ગો નોંધાવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Ricky Ponting: વિરાટ કોહલીને લઈ ICC WTC Final પહેલા જ ‘ડર’ નો માહોલ, પોન્ટિંગે મેચ બતાવ્યુ કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:15 pm, Sat, 20 May 23

Next Article