CSK vs MI Match Result : રાહાણેની ફાસ્ટેસ્ટ ફિફટી, આઈપીએલની ‘El Clásico’ મેચમાં ચેન્નાઈનો શાનદાર વિજય

Chennai super kings vs Mumbai indians : આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની ‘El Clásico’ મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચમાં મુંબઈએ ટોસ હારી પ્રથમ બેટિંગ કરીને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

CSK vs MI Match Result : રાહાણેની ફાસ્ટેસ્ટ ફિફટી, આઈપીએલની El Clásico મેચમાં ચેન્નાઈનો શાનદાર વિજય
CSK vs MI Match Result
| Edited By: | Updated on: Apr 08, 2023 | 11:26 PM

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની ‘El Clásico’ મેચનો રોમાંચનો જોવા મળ્યો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટના નુકશાન સાથે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઈનિંગમાં જાડેજાની 3 વિકેટ સાથે શાનદાર કેચ પણ જોવા મળ્યો હતો. ધોની રિવ્યૂ સિસ્ટમને કારણે પણ સ્ટેડિયમમાં ફેન્સ ઝૂમી ઉઠયા હતા. રાહાણે-ગાયકવાડની ધમાકેદાર બેટિંગને કારણે 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને ચેન્નાઈએ 7 વિકેટથી જીત મેળવી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 3 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. દેશપાંડે અને સેનટનરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ડેબ્યૂ કરનાર બોલર મગાલાએ 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ચેન્નાઈ તરફથી કોનવેએ 0 રન, ઋતુરાજ ગાયકવાડે 40 રન, રાહાણે 61 રન, શિવમ ડુબેએ 28 રન અને રાયડુએ 20 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 5 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 21 રન, ઈશાન કિશને 32 રન, ગ્રીને 12 રન, સૂર્યાકુમાર યાદવે 1 રન, તિલકે 22 રન, અરશદ ખાને 2 રન, ટિમ ડેવિડે 31 રન, ત્રિશાન સ્ટબે 5 રન, શોકિને 18 અને ચાવલાએ 5 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 4 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

 

આજ મેચની મોટી વાતો

  • મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની મેચ આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ હતી
  • કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે 5000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો.
  • સચિનનો દીકરો અર્જુન આજે ઈમ્પેક્ટ પ્લેયરની લિસ્ટમાં જોવા મળ્યો હતો.
  • 76 રનના સ્કોર પર મુંબઈની અડધી ટીમ પલેલિયનમાં પહોંચી હતી.
  • ધોની રિવ્યૂ સિસ્ટમને કારણે સૂર્યકુમાર યાદવ 1 રન પર આઉટ થયો હતો
  • રોહિત શર્મા આજે આઈપીએલની 150મી મેચ રમ્યો હતો
  • જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ વચ્ચેની રાઈવરલી જોવા માટે ફેન્સ આવ્યા હતા.પણ બંને ખેલાડીઓ ઈજાને કારણે મેચમાં ન રમ્યા.
  • અજિક્ય રાહાણે અને બોલર મગાલાએ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું
  • બીજી ઈનિંગની ચોથી ઓવરમાં રાહણે એ 1 સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા
  • રાહાણે 19 બોલમાં આઈપીએલ 2023ની ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી.
  • ચેન્નાઈ માટે આ બીજી ફાસ્ટેસ્ટે ફિફટી હતી. આ પહેલા રૈનાએ 16 બોલમાં ચેન્નાઈ માટે ફિફટી ફટકારી હતી.
  • બીજી ઈનિંગમાં ચેન્નાઈ તરફથી રાયડુ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો.

 

મુંબઈ-ચેન્નાઈની મેચની રોમાંચક ક્ષણો

 

 

 

 

 

જોફ્રા આર્ચર-બેન સ્ટોક્સ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સમાંથી  જોફ્રા આર્ચર અને ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બેન સ્ટોક્સ આઈપીએલની આ ‘El Clásico’ મેચમાં જોવા નહીં મળે.બંને ખેલાડીઓ ઈજાને કારણે આ મેચમાં નહીં જોવા મળે. ચેન્નાઈ તરફથી મોઈન અલી પણ આ મેચમાં જોવા મળશે નહીં. આઈપીએલની ક્લાસિક મેચ પહેલા આ ફેરફાર જોઈ ફેન્સ નિરાશ થયા હતા. જણાવી દઈએ કે જોફ્રા આર્ચરને 8 કરોડમાં મુંબઈએ અને બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ચેન્નાઈ ખરીદયો હતો.

આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે 34 મેચ રમાઈ છે. જેમાંથી 20 મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને 14 મેચ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જીતી છે. આઈપીએલની ફાઈનલ મેચમાં પણ મુંબઈ-ચેન્નાઈની રોમાંચક ટક્કર જોવા મળી છે.

ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

 

ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. વાનખેડે સ્ટેડિટયમમાં આજે આઈપીએલની કલાસિક મેચ જોવા મળી રહી છે. ટોસ પહેલા સ્ટેડિયમમાં ધોની ધોની અને રોહિત રોહિતના નારા લાગ્યા હતા.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 

ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, મિશેલ સેન્ટનર, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અરશદ ખાન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Published On - 10:51 pm, Sat, 8 April 23